Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારે સવારે આ 3 વસ્તુઓના દર્શન થતા જ કરો આ કામ , પ્રસન્ન થશે શનિદેવ

Webdunia
શનિવાર, 9 નવેમ્બર 2019 (11:08 IST)
શનિવારે લોકો શનિદેવની પૂજા કરી પોતાના દુ:ખોનુ નિવારણ કરવાની પ્રાર્થના કરે છે. મનથી શનિદેવને ભજનારાઓની બધી મનોકામના પૂર્ણ થાય છે. ગરીબો અને વડીલો સાથે સારો વ્યવ્હાર કરનારાઓ પર શનિદેવ કાયમ મેહરબાન રહે છે.  શાસ્ત્રોમાં એવુ બતાવ્યુ છેકે શનિવારે સવાર સવારે જો તમને આ ત્રણ વસ્તુના દર્શન થઈ જાય તો તમારો દિવસ શુભ થઈ જશે. આવો જાણીએ એ ત્રણ વસ્તુઓ શુ છે જેના દર્શન માત્રથી શનિદેવની તમારા પર કૃપા કાયમ રહેશે. 
 
1. ભિખારીના દર્શન - જો તમારા દરવાજા પર કોઈ ભિખારી આવે તો આ તમારે માટે ખૂબ શુભ માનવામાં આવે છે. તેમને ક્યારેય ખાલી હાથ ન જવા દો.  જો તમે દાન કરવુ કે મદદ કરવી શુભ માનો છો તો ઈશ્વર તમને આ રીતે સામે ચાલીને પુણ્ય કાર્ય કરવાની તક આપે છે. તેથી કોઈ માંગનારને તમે કશુ ન આપો તો તમારા ઘરે બનતો નાસ્તો કે ભોજન કરાવીને પણ તેને તૃપ્ત કરશો તો પણ શનિદેવ તમારા પર પ્રસન્ન થશે. જે લોકો ભિખારીને જોઈને આગળ જાવ એવુ કહે છે કે દરવાજા બંધ કરી દે છે તેઓ ખુદ થઈને પોતાના કિસ્મતના દરવાજા બંધ કરી દે છે કારણ કે આવા લોકો પર શનિદેવ નારાજ થઈ જાય છે 
 
2. જો રસ્તામાં સફાઈ કરનાર વ્યક્તિ દેખાય તો - જો સવાર સવારે તમને કોઈ રસ્તો સાફ કરનાર વ્યક્તિ દેખાય તો આ શુભ સંકેત છે એ વ્યક્તિને તમે પૈસા કે કાળા કપડાનું દાન કરો. આવુ કરવાથી શનિદેવ તમારા પર પ્રસન્ન જરૂર થશે. તમે જે કામ કરવા જઈ રહ્યા હશો તે સફળ થશે.  સાથે જ આખો દિવસ મંગલમય રહેશે. 
 
3. કાળુ કુતરુ દેખાવવુ - શનિવારના દિવસે ઘરેથી નીકળતા જ કાળુ કૂતરુ દેખાવવુ પણ શુભ માનવામાં આવે છે. જો તમે એ કૂતરાને કશુ ખવડાવો તો શનિદેવ ખૂબ પ્રસન્ન થઈ જાય છે. કાળા કૂતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવવી શુભ હોય છે. તેનાથી શનિદેવ જ નહી પણ રાહુ અને કેતુ પણ પ્રસન્ન થાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

10 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે મહાદેવજીની કૃપા

આગળનો લેખ
Show comments