કર્જ કે લોન એક એવી વસ્તુ છે જેનાથી કાદચ જ કોઈ બચી શકતુ હોય. ક્યારેય ને ક્યારેક દરેકને કોઈને કોઈ રૂપમાં લોનનો બોજો ઉઠાવવો જ પડે છે. કોઈને પોતાની નાની-મોટી જરૂરિયાત પુરી કરવા માટે કર્જ જોઈએ તો કોઈને મકાન, બિઝનેસ અને ફેક્ટરી જેવી મોટી શરૂઆત માટે લોન લેવી પડે છે. આધુનિક ભાષામાં આપ તેને લોન કહી શકો છો. આ લોન કે કર્જ એવુ હોય છે કે દરેકને પરસેવો નીકળી જાય છે. આવામાં દરેક ઈચ્છે છે કે તેમને જલ્દીથી જલ્દી આ લોનમાંથી મુક્તિ મળે અને તેઓ આરામની જીંદગી જીવે. આવો જાણીએ આવા જ કેટલક ટોટકા વિશે જેનાથી તમે જલ્દીથી જલ્દી કર્જમાંથી મુક્તિ મેળવી શકશો.
1. મંગળવારે અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને તેમના પર તેલ અને સિંદૂર ચઢાવો. ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમને ફાયદો થશે.
2. પાંચ એવા લાલ ગુલાબ લો, જે પુર્ણ રૂપે ખીલેલા હોય. હવે દોઢ મીટર સફેદ કપડુ લઈને તેમા આ પાંચ ગુલાબને ગાયત્રી મંત્ર બોલતા બોલતા બાંધી દો. આને જઈને વહેતા જળમાં પ્રવાહિત કરી દો.
3. બુધવારના દિવસે મૂંગ (સવા પાવ) ઉકાળીને તેમા ઘી અને ખાંડ મિક્સ કરીને ગાયને ખવડાવો. તેનાથી જલ્દી કર્જમાંથી મુક્તિ મળે છે.
4. કહેવાય છે કે લાલ મસૂરની દાળનું દાન કરવાથી પણ કર્જમાંથી જલ્દી મુક્તિ મળે છે.
5. માટીના દીવામાં સરસિયાનુ તેલ ભરીને આ દિવા પર ઢાંકણ લગાવી દો. તેને કોઈ શનિવારે નદી કે તળાવ કિનારે માટી નીચે ડાટી દેવાથી ફાયદો થાય છે.
6. કર્જમાંથી મુક્તિ મેળવવા માટે આ મંત્રોમાંથી કોઈ એકનો જાપ રોજ કરશો તો જરૂર ફાયદો થશે.
ૐ ગણેશ ઋણ છિન્ધિ વરેણ્યં હું નમ: ફટ્ટ
ૐ મંગલમૂર્તયે નમ:
ૐ ગં ઋણહર્તાયૈ નમ:
7. સ્મશાનમાં રહેલ કૂવામાંથી પાણી ભરીને પીપળાના ઝાડ પર ચઢાવો. આ નિયમ સતત 7 શનિવાર સુધી કરશો તો ફાયદો થશે.
8. એવુ કહેવાય છે કે ભોજનમાં ગોળનો પ્રયોગ પણ આ દ્રષ્ટિએ ઉત્તમ છે.
9. લોનમાંથી જલ્દી છુટકારો મેળવવા માટે ઋણમોચન મંગળ સ્તોત્રનો પાઠ કરો અને લોનનો પ્રથમ હપ્તો મંગળવારના દિવસથી જ આપવો શરૂ કરો. કહેવાય છે કે તેનાથી કર્જ જલ્દી ઉતરી જાય છે.