Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs USA: કેવી રહેશે ન્યૂયોર્કની પિચ, શુ બોલર ફરીથી રહેશે હાવી કે બેટ્સમેનોનો નીકળશે દમ

Webdunia
બુધવાર, 12 જૂન 2024 (12:53 IST)
India vs US
IND vs USA Match Pitch Report: ટી20 વર્લ્ડ કપ 2024ના 25મા મુકાબલામાં સંયુક્ત મેજબાન અમેરિકા અને ભારત વચ્ચે ન્યૂયોર્કના નસાઉ કાઉંટી ઈંટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુલાબલો રમાશે.  ભારત અને યૂએસએ ઉપરાંત આ મેચ પર પાકિસ્તાન ટીમની પણ નજર રહેવાની છે. ભારતીય ટીમ અત્યાર સુધી આ ટુર્નામેંટમાં 2 મુકાબલા રમી ચુકી છે જેમા એકમાં તેણે આયરલેંડને માત આપી જ્યારે કે બીજામાં પાકિસ્તાન વિરુદ્ધ ખૂબ જ નિકટ અને રોમાંચક જીત મેળવી હતી. બીજી બાજુ અમેરિકી ટીમને લઈને વાત કરવામાં આવે તો તેમણે પણ 2 મુકાબલા માં જીત મેળવી છે.   યૂએસએ પહેલા કનાડા તો બીજી પાકિસ્તાનને હરાવીને સૌને ચોંકાવી દીધા હતા.  હવે ગ્રુપ એ માં સામેલ બંને ટીમોમાંથી જે પણ આ મેચ જીતવામાં સફળ રહેશે તે સુપર 8મા પોતાનુ સ્થાન પાક્કુ કરી લેશે.  આવામા બધાની નજર એકવાર ફરીથી ન્યૂયોર્ક મેદાનની પિચ પર ટકી છે. 
 
પહેલાથી થોડી સારી થઈ છે પિચ પણ રન બનાવવા હજુ પણ મુશ્કેલ 
ન્યૂયોર્કના નસાઉ કાઉંટી ઈંટરનેશનલ સ્ટેડિયમની પિચને લઈને વાત કરવામાં આવે તો અત્યાર સુધી અહી 7 મેચ રમાઈ ચુકી છે. જેમા 3 વાર જ્યા પહેલા બેટિંગ કર્નારી ટીમે મેચ ને પોતાને નામે કરી છે તો બીજી બાજુ 4 વાર ટારગેટનો પીછો કરનારી ટીમ જીત મેળવવામાં સફળ રહી છે. આ સ્ટેડિયમમાં શરૂઆતી મેચ દરમિયાન પિચ પર ખૂબ ઉછાળ જોવા મળ્યો હતો પણ છેલ્લી કેટલીક મેચમાં પિચ પહેલા કરતા થોડી સારી થઈ ગઈ છે. જો કે તેમ છતા બેટસમેન માટે અહી રન બનાવવા સહેલા નથી. ટોસ ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે.  જેમા ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી રહી છે. જેથી પિચમા રહેલા ભેજનો શરૂઆતી ફાયદો ઉઠાવી શકે. ન્યૂયોર્કમાં પહેલા દાવમાં સરેરાશ સ્કોર 107 રનોનો રહ્યો છે. 
 
મેચ દરમિયાન હવામાન કેવું રહેશે?
જો આપણે ભારત અને યુએસએ વચ્ચે રમાયેલી આ મેચ દરમિયાન ન્યુયોર્કના હવામાનની વાત કરીએ તો તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થવાની અપેક્ષા છે, જેમાં આખી મેચ રમવાની અપેક્ષા છે. જો આ ગ્રુપના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ભારતીય ટીમ 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે તો યુએસએની ટીમ પણ એટલા જ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. કેનેડા સામેની ત્રીજી મેચ જીત્યા બાદ પાકિસ્તાનની ટીમ હવે 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments