Webdunia - Bharat's app for daily news and videos

Install App

USA vs PAK - ક્રિકેટ જગતમાં અમેરિકાએ કર્યો સૌથી મોટો ઉલટફેર, સુપર ઓવરમાં પાકિસ્તાનને આ રીતે હરાવ્યું

Webdunia
શુક્રવાર, 7 જૂન 2024 (09:27 IST)
USA vs PAK  - 6 જૂનનો દિવસ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે દુઃસ્વપ્નથી ઓછો સાબિત થયો નથી. બાબર આઝમની કેપ્ટનશીપમાં ત્રીજી વખત T20 વર્લ્ડ કપમાં રમવા આવેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી જેમાં તેને સહયોગી ટીમ અમેરિકાથી હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ ડલાસના મેદાન પર રમાઈ હતી. જેમાં પાકિસ્તાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા, ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી યુએસ ટીમે પણ 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા, જેના કારણે મેચ સુપર ઓવરમાં ગઈ હતી, જ્યાં યુએસએ જીત મેળવી હતી. ટીમ પાકિસ્તાનને 5 રનથી હરાવવામાં સફળ રહી અને આ T20 વર્લ્ડ કપમાં બીજી જીત નોંધાવી.
 
ટૉસ હારીને પહેલા બેટિંગમાં ઊતરેલી પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 159 રન બનાવ્યા. સ્કોરનો પીછો કરતાં અમેરિકાની ટીમે પણ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા. ત્યારબાદ પરિણામ માટે સુપર ઓવર રમાડવામાં આવી. સુપર ઓવરમાં અમેરિકા તરફથી ઍરોન જૉન્સ અને હરમિતસિંહ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા. બંનેએ 18 રન બનાવ્યા અને પાકિસ્તાનને જીતવા માટે 19 રનનો લક્ષ્યાંક આપ્યો.
 
જવાબમાં બેટિંગ કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનની ટીમ 6 બૉલમાં માત્ર 13 રન જ બનાવી શકી. સુપર ઓવરમાં પાકિસ્તાનના બેટ્સમૅન ઇફ્તિખાર અહમદ અને ફખર ઝમાન બેટિંગ માટે આવ્યા અને અમેરિકા તરફથી સૌરભ નેત્રવાલકરે ઓવર ફેંકી.
 
પાકિસ્તાનની શરૂઆત જ ખરાબ રહી
 
પાકિસ્તાન સાથે રમાયેલી આ મૅચમાં અમેરિકાના સ્પિનર નોસ્તુશ કેંજીગેએ 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી જેને કારણે પાકિસ્તાનની ટીમ સાત વિકેટે 159 રન જ બનાવી શકી. 
 
અમેરિકા દ્વારા પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો.
 
મૅચની બીજી જ ઓવરમાં સૌરભ નોત્રવાલકરની બોલિંગમાં મહમદ રિઝવાનને કેચ આઉટ થયા અને ત્યારબાદ ત્રીજી ઓવરમાં ઉસ્માન ખાન પણ આઉટ થઈ ગયા.
 
ફખર ઝમાને આક્રમક બેટિંગ કરવાની કોશિશ કરી પરંતુ તેઓ પાંચમી ઓવરમાં અલી ખાનની ઓવરમાં સ્ટિવન ટેલરને કેચ આપી બેઠા. આમ માત્ર 26 રનમાં પાકિસ્તાને ત્રણ વિકેટ ગુમાવી દીધી. મહમદ રિઝવાન 9, ઉસ્માન ખાન 3 અને ફખર ઝમાન 11 રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
 
આમ તેણે પાવર પ્લેમાં જ ત્રણ વિકેટો ગુમાવી દીધી. બીજી પરેશાની હતી ધીમી બેટિંગ. કૅપ્ટન બાબર આઝમ એક છેડો સંભાળીને બેઠા હતા પરંતુ તેઓ ઘણું ધીમું રમતા હતા. પાવર પ્લેમાં પાકિસ્તાનની ટીમ માત્ર 30 રન જ બનાવી શકી. બાબરે પહેલી બાઉન્ડ્રી લગાવવા માટે 25 બૉલની રાહ જોવી પડી.
 
પાકિસ્તાન તરફથી બાબરે 43 બૉલમાં 44 રન જ્યારે કે શાબાદે 25 બૉલમાં 40 રન બનાવીને પારીને સંભાળી. તેમના વચ્ચે 72 રનની ભાગેદારી થઈ. અમેરિકા તરફથી નોસ્તુશ કેન્જિગેએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી. જ્યારે સૌરભ નેત્રવાલકરે શાનદાર બૉલિંગ કરતા 18 રન આપીને બે વિકેટ ઝડપી
 
અમેરિકાએ આપ્યો જવાબ
પાકિસ્તાનથી અલગ અમેરિકાની શરૂઆત શાનદાર રહી. સ્ટિવન ટેલર અને મોનાંક પટેલે પહેલી વિકેટ માટે પાંચ ઓવરમાં 36 રન બનાવ્યા. ત્યારબાદ પાકિસ્તાની બૉલર નસીમ શાહે ટેલરની વિકેટ ઝડપી. જોકે, પટેલ અને એન્ડ્રીઝ હાઉસ સાથે મળીને શાનદાર બેટિંગ કરી. બંને વચ્ચે 68 રનની ભાગેદારી થઈ. મોનાંકે 36 બૉલમાં અર્ધસદી પૂર્ણ કરી. એ બાદ હારિસ રઉફે હાઉસ અને પટેલને આઉટ કરી દીધા.
 
છેલ્લી ઓવરમાં અમેરિકાને 15 રનની જરૂરત હતી. અમેરિકાએ 14 રન બનાવ્યા જેને કારણે સુપર ઓવરથી મૅચનો નિર્ણય લેવાનો ફેંસલો થયો.
 
પાકિસ્તાન બહાર થશે?
 
હવે પૉઇન્ટ ટેબલમાં અમેરિકા નંબર વન પર છે. તેણે કૅનેડા અને પાકિસ્તાન સામે બે મૅચ જીતી છે અને તેના ચાર અંક છે. ભારત ગ્રૂપમાં 2 અંક સાથે બીજા ક્રમાંકે છે. ટી20 વિશ્વકપ 2024માં 20 ટીમો રમી રહી છે અને તેમને 5-5 ગ્રૂપોમાં વહેંચવામાં આવી છે. ભારત જે ગ્રૂપમાં છે તેમાં પાકિસ્તાન, કૅનેડા અને આયર્લૅન્ડ એક-એક મૅચ હારી ચૂક્યા છે. અમેરિકાએ ભારત અને આયર્લૅન્ડ સાથે મૅચ રમવાની બાકી છે. તેથી તે સુપર-8માં જવા માટેનું પ્રબળ દાવેદાર છે.
પાકિસ્તાન માટે ત્રણ મૅચ બાકી છે. હવે તેણે ભારત, આયર્લૅન્ડ અને કૅનેડા સાથે રમવાનું છે. એટલે સુપર-8માં પહોંચવુ હશે તો તેને માટે ત્રણેય મૅચ મહત્ત્વની છે.
 
ભારત અને પાકિસ્તાનનો મુકાબલો 9 જુને છે. આ મૅચ પાકિસ્તાન માટે ડુ ઑર ડાય જેવી રહેશે.
 
માની લો કે પાકિસ્તા અને ભારત ત્રણ-ત્રણ મૅચ જીતે કે અમેરિકા આયર્લૅન્ડ સામે જીતે તો ત્રણેય ટીમના 6-6 અંક થશે. તેવા સંજોગોમાં જેનો રન રૅટ વધારે હશે તે સુપર-8 માટે ક્વૉલિફાય કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

How to get Pregnant- શું તમે જાણો છો કે ઝડપથી ગર્ભવતી થવા માટે શું કરવું? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો

ફુદીનો લીંબુ શિકંજી ગોંદ કતિરા શિકંજી રેસીપી

Mesh Rashi Names For Boy- મેષ રાશિના છોકરાનું નામ

English Baby Names: દીકરા માટે સ્ટાઇલિશ અંગ્રેજી નામ

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

વધુ જુઓ..

નવીનતમ

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

આગળનો લેખ
Show comments