Webdunia - Bharat's app for daily news and videos

Install App

Eid Special Recipe - શીર-ખુરમા

Webdunia
બુધવાર, 21 જુલાઈ 2021 (13:34 IST)
ઈદના દિવસે શીર ખુરમા એક સ્પેશ્યલ ડેઝર્ટના રૂપમાં બનાવવામાં આવે છે. શીર ખુરમા વગર ઈદ અધૂરી છે. આ અવસર પર આમ તો માંસાહારી પણ બનાવાય છે. પણ શીર ખુરમાનો પોતાનો જુદો જ અંદાજ હોય છે. આજે ઈદ પર અમે તમને શીર ખુરમા બનાવતા શીખવાડી રહ્યા છીએ. શીરનો મતલબ થાય છે દૂધ ખુરમા મતલબ કોરમા મતલબ સૂકા મેવાનુ મિશ્રણ. તેમા કોપરું, કિશમિશ, દરાખ, કાજૂ વગેરેનો સમાવેશ છે. તેને મીઠા દૂધમાં પલાળેલી સેવઈઓ પર સજાવાય છે. આવો જાણીએ શીર ખુરમા બનાવવાની વિધી. 
સામગ્રી - એક પેકેટ ઝીણી સેવઈ
4 લીટર દૂધ 
1 કપ ખાંડ 
20 આખી ઈલાયચી 
1/2 ટી સ્પૂન ઈલાય પાવડર 
1 કપ બદામ કાજૂ અને પિસ્તા 
1/2કપ ફ્રેશ મલાઈ 
1/2 ટી સ્પૂન કેસર 
1/2 કપ કિશમિશ 
1/2 ટી સ્પ સ્પૂન ગુલાબ જળ 
1 ચમચી બટર 
 
બનાવવાની રીત - સૌ પહેલા સેવઈને એક પેનમાં ઘી કે બટર નાખીને સોનેરી થતા સુધી ફ્રાય કરો. જ્યારે આ તૈયાર થઈ જાય ત્યારે તેમા 1/4 કપ ખાંડ નાખીને ફ્રાય કરો. હવે તેમા કપની મદદથી ધીરે ધીરે દૂધ નાખો અને ઘટ્ટ થતા સુધી પકવો. જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમા કાજૂ બદામ અને પિસ્તા નાખો. હવે દૂધને અડધુ થતા સુધી પકવો અને બચેલી બધી સામગ્રી અને ખાંડ નાખી દો.  હવે સેવઈ પણ બફાઈ ગઈ હશે. તેથી હવે તેમા ગુલાબ જળ પણ નાખી દો.  પછી મલાઈ નાખીને 10 મિનિટ થવા દો. હવે જ્યારે સેવઈયા પૂરી બફાય જાય ત્યારે તેની ઉપર કેસર અને ઈલાયચી પાવડર નાખીને સર્વ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સપ્ટેમ્બરમાં લોન્ચ થશે iPhone 18 Pro અને Pro Max! Apple તેનો પહેલો ફોલ્ડેબલ iPhone લાવી શકે છે

પતિ અને પુત્ર બિગ બોસ જોઈ રહ્યા હતા, પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેમની હત્યાનું કાવતરું ઘડ્યું, પછી ગળું દબાવીને હત્યા કરી

પાકિસ્તાની બ્યુટી ક્રીમમાં પારા નુ ઝેર ? મહારાષ્ટ્રના ગામડાઓમા ચેહરાની ચમક બની આફત, 100 થી વધુ લોકો ગંભીર બીમાર

મથુરામાં, લોન્ડ્રી કેમિકલનો ઉપયોગ કરીને 500 કિલો ઝેરી ચીઝ બનાવવામાં આવી રહી હતી. FIR દાખલ કરવામાં આવી

મહિલા મિત્ર સાથે રૂમ બુક કરવા હોટલ પહોચ્યો હતો યુવક, રિસેપ્શન પર જ મોત, CCTV મા રેકોર્ડ થઈ સમગ્ર ઘટના

વધુ જુઓ..

ધર્મ

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર છોકરીઓ માટે સુંદર ડ્રેસ આઈડિયા, બહેનનો લુક બનાવશે એકદમ સ્પેશિયલ

રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી

રાંધણ છઠનું મહત્વ: જાણો પરંપરા, માન્યતા અને ટાઢી રસોઈનું રહસ્ય

આરતી રે ઉતારું મારી દશામાની આરતી,

શ્રાવણનાં મંગળવારે કરો આ વિશેષ ઉપાય, બજરંગબલી દૂર કરશે જીવનની દરેક પરેશાની

આગળનો લેખ
Show comments