Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોની મનપસંદ રેસીપી - મિક્સ ફ્રૂટ જેમ

Webdunia
બ્રેડ હોય કે પછી હોય પરોઠા તેના પર લાલ જૅમ જોતાં જ મોટાભાગના બાળકોના મોઢામાં પાણી આવવા લાગે છે. જો તમારા બાળકો પણ રોજ નવા-નવા જૅમની માંગણી કરે છે તો તેમને ઘરે બનાવેલા મિક્સ ફ્રુટ જૅમ ખવડાવો. આ જૅમ તાજા ફળો અને કોઇ પ્રિઝર્વેટિવ વગર બનેલા હોય છે માટે સ્વાસ્થ્ય પર કોઇ ખરાબ અસર નથી પાડતા. જાણીએ આવા જૅમ બનાવવાની રીત.

સામગ્રી - 5-6 સફરજન, 1 પપૈયું, 1 કિલો દ્રાક્ષ, 3 કેળા, 1 ½ ચમચી લીંબુનો રસ, સાઇટ્રિક એસિડ 6થી 7 ચમચી, 1 કિલો ખાંડ, સ્વાદ અનુસાર મીઠું.

બનાવવાની રીત - સૌથી પહેલા પપૈયા અને અનાનસની છાલ છોલી તેને નાના ટૂકડાંમાં કાપી લો અને સફરજનની છાલ ઉતાર્યા વગર તેને ચૉપ કરી લો. હવે ગેસ પર એક વાસણમાં સફરજન, પપૈયું, દ્રાક્ષ અને અનાનસ ઉકાળો. હવે સફરજનની છાલ છોલી લો અને પછી બધા ફળોને બહાર કાઢી લો. હવે મિક્સરમાં સફરજન, દ્રાક્ષ, લીંબુનો રસ, અનાનસ, પપૈયું અને કેળા જેવા ફળોને તેમાં નાંખી બારીક પીસી લો. હવે એક ડીપ ફ્રાય પેન લો અને તેને ગેસની આંચ પર રાખો પછી તેમાં બધા ફળોનો પલ્પ નાંખો અને પછી ખાંડ તેમજ મીઠું ઉમેરી ગેસની સામાન્ય આંચ પર સતત ગરમ કરતાં રહો. થોડીવાર બાદ તેમાં સાઇટ્રિક એસિડ ઉમેરો અને 2 મિનિટ સુધી ધીમી આંચે ગરમ કરતા રહો.

હવે ફ્રાય પેનમાંથી એક ચમચીમાં જૅમ લઇને જુઓ શું તે બરાબર ઘટ્ટ થઇ ગયો છે. જો તે કોઇ લિક્વિડની જેમ સ્પ્રેડ ન થઇ જાય અને એક જ જગ્યાએ ટકી જાય તો સમજો તમારો જૅમ તૈયાર છે. તેને તુરંત જ એક એરટાઇટ ડબ્બામાં ભરી લો અને ઠંડુ થાય ત્યાંસુધી ડબ્બો ખુલ્લો રાખ્યા બાદ બંધ કરી ફ્રીઝમાં મૂકી દો.
વધુ જુઓ..

જરૂર વાંચો

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 15 મતદાન મથકો પર ફરીથી થશે મતદાન, ચૂંટણી પંચનો મોટો નિર્ણય

કેરળનાં 2 મંદિરોમાં હાથી થયા બેકાબુ, 2 લોકોને કચડી નાખતા મોત, જુઓ વિડીયો

Election Results 2026 ક્યાંક હેટ્રિક અને ક્યાંક સત્તા પરિવર્તનની શક્યતા છે.

Tamil Nadu Politics - શુ થલપતિ વિજય બનશે તમિલનાડુના કિંગમેકર ? જાણો TVK નુ એ ગણિત જેણે DMK-AIADMK ની ઉંઘ ઉડાવી

Kerala Elections Results 2026- જો કોંગ્રેસ સરકાર બનાવે તો કોણ બનશે મુખ્યમંત્રી, મુસ્લિમ લીગે આ નેતાને ચહેરા તરીકે નામ આપ્યું છે

વધુ જુઓ..

ધર્મ

Buddh Purnima 2026: બુદ્ધ પૂર્ણિમા આજે, જાણો નિયમ, દાન અને વૈશાખ પૂર્ણિમાનુ મહત્વ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી ચાલીસા

Vaishakh Purnima: જળ તત્વની રાશીઓ માટે 1 મેં નો દિવસ છે વરદાન જેવો, કરશો આ કામ તો માં લક્ષ્મી ભરી દેશે ધનના ભંડાર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 મે 2026

આગળનો લેખ
Show comments