suvichar
✕

માવાના ઘુઘરા બનાવવાની રીત

Webdunia
મંગળવાર, 19 માર્ચ 2024 (12:19 IST)
માવાના ઘુઘરા બનાવવાની રીત -

 
ઘુઘરા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં માવાને છીણી લો. તે દરમિયાન, બીજા બાઉલમાં, મેંદા ને ચાળી લો અને તેમાં ઘી અને દૂધ જેવી બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરો.
મિક્સ કર્યા પછી, ઘુઘરાના લોટને હળવા હાથે બાંધી લો અને અડધો કલાક ઢાંકીને રાખો જેથી તે બરાબર સેટ થઈ જાય.
 
હવે એક પેનમાં એકથી બે ચમચી ઘી નાખી, માવો ઉમેરી ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું. જ્યારે ખોયા કે માવો થોડો બ્રાઉન થવા લાગે ત્યારે તેમાં નારિયેળ નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે માવાને ઠંડુ થવા દો અને તેમાં ડ્રાયફ્રૂટ્સ અને પાઉડર ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો. તૈયાર છે તમારું ધુઘરાનું સ્ટફિંગ.
 
હવે આપણા લોટના નાના-નાના લૂંઆ બનાવીને એક પછી એક પુરી બનાવો અને વચ્ચે માવાના સ્ટફિંગને ચમચી વડે ભરો અને પછી તેની કિનારી પર પાણી લગાવી ઘુઘરા બંધ કરો.
 
પછી તેના પર કાંટાની મદદથી ડિઝાઈન બનાવો અથવા તમે ઘુઘરાની મશીનથી પણ બનાવી શકો છો, તેને ઘુઘરા બનાવવાનું મશીનમાં રોટલી મુકો અને ફિલિંગ રાખો, મોલ્ડ બંધ કરો અને પછી જે વધારાની પુરી નીકળી રહી છે તેને કાઢી લો.
 
હમણાં જ બનાવેલ ઘુઘરાઓને કપડા વડે ઢાંકી દો જેથી તે તરત સુકાઈ ન જાય અને બધા ઘુઘરા બનાવ્યા પછી આપણે તેને ઘી કે તેલમાં સારી રીતે તળી લઈશું. તો, અમારા માવાના ઘુઘરા તૈયાર છે, તમે પણ હોળી પર આ ઘુઘરાની મજા માણો.

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમદાવાદ એક્સપ્રેસ વે પર અકસ્માત: કાર કાબુ ગુમાવી પલટી ગઈ, પતિ-પત્નીના મોત; માતા અને પુત્રી જીવ બચાવવા માટે લડી રહ્યા છે

રોહિત શર્માને મળશે નવો ઓપનિંગ પાર્ટનર, બદલાય જશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

મિત્રની પત્ની પર બગડી નજર, કરી એવી હરકત કે ગુમાવવો પડ્યો જીવ! મધુબનીના વિકાસ હત્યા કેસની ચોંકાવનારી કહાની

ઓછા બજેટમાં જોઈએ ઈલેક્ટ્રિક સ્કુટર ? ટીવીએસથી બજાજ સુધી, આ મોડલ બની શકે છે સારો વિકલ્પ, જુઓ આખુ લિસ્ટ

7 કરોડ રૂપિયા આપો, નહીંતર કેજરીવાલ અને તેમની પુત્રીને મારી નાખીશું! લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ફોન પર ધમકી મળી છે.

વધુ જુઓ..

ધર્મ

Happy Labh Pancham - લાભ પાંચમની શુભેચ્છા

Chhath Puja Samagri- પહેલી વાર છઠનો ઉપવાસ કરી રહ્યા છો? સૂપથી લઈને પ્રસાદ સુધી, સંપૂર્ણ સામગ્રીની યાદી અહીં જુઓ.

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 નવેમ્બર, 2026

Tulsi Vivah: તુલસી વિવાહ ક્યારે છે, 20 કે 21 નવેમ્બર ? જાણો સાચી તારીખ અને ઘરે કેવી રીતે મનાવશો તુલસી વિવાહ ?

આગળનો લેખ
Show comments