Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપી બર્થડે સદાબહાર અભિનેતા દેવ આનંદ, જેમની માટે આ અભિનેત્રી આજીવન કુંવારી રહી

Webdunia
દેવ આનંદે જ્યારે મુંબઈમાં આગમન કર્યુ ત્યારે તેઓ 22 વર્ષના યુવાન હતા અને તેઓ ત્યારે પણ 88 વર્ષના યુવાન હતા જ્યારે તેમણે લંડનમાં 3 ડિસેમ્બર 2011ના રોજ વિદાય લીધી. આજે જો તેઓ હોત તો તેમનો 90મો જન્મદિવસ આપણે ઉજવી શક્યા હોત. જાણો આ સદાબહાર અભિનેતા વિશે. 

દેવ આનંદની ચાલ, સ્માઈલ અને વાળ બાબતે તેમની પોતાની એક આગવી સ્ટાઈલ હતી. તેમના ડાયલોગ ડિલિવરીની પણ એક ખાસ અદા હતી. એક્ટરના રૂપમાં તેમના કેરિયરની શરૂઆત વર્ષ 1946માં 'હમ એક હૈ' ફિલ્મ દ્વારા થઈ હતી. સન 1947માં 'જિદ્દી' રજૂ થઈ. આ ફિલ્મમાં તેમણે એક અભિનેતાના રૂપમાં ફિલ્મનગરીમાં સ્થાપિત કરી દીધી. ત્ય ારબાદ દેવ સાહ ેબે ' પેઈંગ ગેસ્ટ', 'બાજી', 'જ્વેલથીફ', 'સીઆઈડી', 'જોની મેરા નામ', 'અમીર-ગરીબ', ;વોરંટ', 'હરે રામા હરે કૃષ્ણા' અને 'દેશ પરદેશ' જેવી ઘણી હિટ ફિલ્મો આપી.

{C}
 
P.R
{C} દેવ, દિલીપ અને રાજની તિકડીમાં એક દેવાનંદ જીવનના અંતિમ સમય સુધી ફિલ્મો બનાવતા રહ્યા. જ્યારે તેમના સમયના હીરોએ ફિલ્મોમાં નાયકોની ભૂમિકા કરવાની છોડી દીધી, ત્યારે પણ દેવ આનંદ નાયકની ભૂમિકા કરતા રહ્યા. 'જોની મેરા નામ', 'દેશ પરદેશ' અને 'હરે રામ હરે કૃષ્ણા' જેવી સુપર હિટ ફિલ્મો આપી. તેમની ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન ન કર્યુ છતા ફિલ્મો બનાવવા અને પોતાના કામ પ્રત્યે તેમનુ જુનૂન ઓછુ ન થયુ.

ભારતીય સિનેમામાં ઉલ્લેખનીય યોગદાન માટે દેવ આનંદને વર્ષ 2001માં પ્રતિષ્ઠિત 'પદ્મભૂષણ'નું સન્માન મળ્યુ અને 2002માં તેમને દાદા સાહેબ ફાળકેનો પુરસ્કાર આપવામાં આવ્યો.

{C}
 
P.R
{C} તેમણે વર્ષ 1949માં પોતાની પ્રોડક્શન કંપની નવકેતન ઈંટરનેશનલ ફિલ્મ ની સ્થાપાન કરી અને તેના બેનર હેઠળ 36 થી વધુ ફિલ્મો બનાવી. નવકેતનની ઘણી ફિલ્મોએ અપાર સફળતા અને ચર્ચા મેળવી હતી. દેવ આનંદને બે વાર ફિલ્મફેયર પુરસ્કાર મળ્યો. પહેલીવાર તેમને 1958માં 'કાલા પાની' માતે અને બીજીવાર 1966માં ગાઈડના રોલ માટે.

' ગાઈડ'ને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડાયરેક્ટર સહિત પાંચ કેટેગરીમાં ફિલ્મફેયર પુરસ્કાર મળ્યો અને સાલ એક્ટરની વિદેશી ફિલ્મની કેટેગરિમાં ભારતની તરફથી આ ફિલ્મ મોકલવામાં આવી હતી. તેમણે નોબલ પુરસ્કારથી સન્માનિત પર્લ એસ બકની સાથે 'ગાઈડનું અંગ્રેજી સંસ્કરણ 'ધ ગુડ અર્થ'નું સહનિર્માણ પણ કર્યુ.

વર્ષ 1993માં તેમણે ફિલ્મફેયર લાઈફટાઈમ અચીવમેંટ એવોર્ડ અને 1996માં સ્ક્રીન વિડિયોકોન લાઈફસ્ટાઈલ અચીવમેંટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ.

 
P.R
પાછળથી તેમને અમેરિકી ફિલ્મ 'મોંગ ઓફ લાઈફ'નું ડાયરેક્શન પણ કર્યુ. લવસ્ટોરી પર આધારિત આ સંગીતમય ફિલ્મનું શૂટિંગ અમેરિકામાં થયુ. ફિલ્મમાં મુખ્ય અભિનેતા દેવ આનંદે અભિનય કર્યો. જ્યારે કે બાકી બધા કલાકાર અમેરિકી હતા.

દેવ આનંદ ત્રણ ભાઈ હતા. તેમના ભાઈ ચેતન આનંદ અને વિજય આન6દ છે. તેમની બહેનનું નામ શીલ કાંતા કપૂર છે, જે પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર શેખર કપૂરની માતા છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Microwave Using Hacks: લોટ નરમ કરવાથી લઈન લસણ ફોલવામાં મદદ કરશે માઈક્રોવેવ

Gajar Halwa Tips-ગાજરનો હલવો બનાવતી વખતે ફોલો કરો આ ટ્રિક્સ, તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે

Numerology- આ જન્મ તારીખે જન્મેલી છોકરીઓ વફાદાર અને કેયરિંગ હોય છે! તેના જીવનસાથીને ખૂબ પ્રેમ કરે છે

Moral- Story- નિંદાનુ ફળ

ડિનર પછી શરૂ કરી દો વોક, થોડાક જ દિવસમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, એસીડીટી અને કબજિયાત થશે દૂર

આગળનો લેખ
Show comments