Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નડાલ ઈજાગ્રસ્ત થઈને બહાર જતાં સિલીક સેમિ ફાઈનલમાં

Webdunia gujarati Sport News
, બુધવાર, 24 જાન્યુઆરી 2018 (11:45 IST)
સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલને ક્રોએશિયાના સિલીક સામેની ઓસ્ટ્રેલિયન ઓપનની  ક્વાર્ટર ફાઈનલના પાંચમા સેટમાં ઈજાગ્રસ્ત બનીને ટુર્નામેન્ટ છોડવી પડી હતી. આ સાથે સિલીક 3-6, 6-3, 7-6(7-5), 6-2, 2-0ના મેરેથોન સંઘર્ષ બાદ વિજેતા બનીને સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યું  હતો,  હવે તેની ટક્કર બ્રિટનના કાયલ એડમંડ સામે થશે. રોડ લેવર એરિનામાં ખેલાયેલા નડાલ અને સિલીકના હાઈવોલ્ટેજ મુકાબલામાં ચોથા સેટના અંત ભાગમાં નડાલને સ્નાયુ ખેંચાઈ જવાના કારણે ઈજા થઈ હતી. તેણે ઈન્જરી ટાઈમ આઉટ લીધો હતો, પણ પાંચમા અને આખરી સેટમાં તો તે ઈજાથી પરેશાન થઈ ગયો હતો અને ૦-૨થી પાછળ ધકેલાયા બાદ ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. નડાલે ત્રણ કલાક અને ૪૭ મિનિટ સુધી જબરજસ્ત સંઘર્ષ કર્યો હતો. જોકે નડાલ ખસી જતાં ટેનિસ ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

(Padmavat) પદ્માવતના વિરોધમાં અમદાવાદમાં તોડફોડ-આગચંપી