બ્રાઝીલના વિશ્વ કપ વિજેતા ફુટબોલર રોનાલ્ડિન્હોએ ફુટબોલને અલવિદા કહેવાનુ એલાન કર્યુ છે. તે અંતિમ વાર બે વર્ષ પહેલા ફુટબોલ રમ્યા હતા. પેરિસ સેંટ જર્મન અને બ્રાર્સીલોનાના પૂર્વ સ્ટાર રોનાલ્ડિન્હો 2002 વિશ્વકપ જીતનારી ટીમના મુખ્ય સભ્ય હતા. તેમણે અંતિમ વાર 2015માં ફ્લૂમાઈનેસ માટે રમ્યા હતા.
તેમના ભાઈ અને એજંટ રાબર્ટો એસિસે કહ્યુ કે તે હવે બીજીવાર નહી રમે. રોનાલ્ડિન્હોએ પોર્ટો અલેર્ગ્રેમાં પોતાનુ કેરિયરની શરૂઆત ગ્રેમિયો સાથે કરી પણ ફ્રાંસના પીએસજીની સાથે રમતા તેમણે ખૂબ પ્રસિદ્ધિ મળી.
ત્યારબાદ 2003થી 2008 વચ્ચે તેઓ બાર્સીલોના માટે રમ્યા. તેમણે 2005માં ફીફાના વર્ષના સર્વશ્રેષ્ઠ ફુટબોલર તરીકે પસંદ કરવામાં આવ્યા. તેઓ 2008થી 2011 દરમિયાન એસી મિલાન માટે રમ્યા ત્યારબાદ બ્રાઝીલ પરત ફરીને ફ્લામેંગો અને એટલેટિકો માઈનેઈરો માટે રમ્યા. બ્રાઝીલ માટે તેમણે 97 મેચ રમીને 33 ગોલ બનાવ્યા જેમા બે વિશ્વકપ 2002માં બનાવ્યા હતા.