Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રો કબડ્ડી લિગ સિઝન 7: ટ્રોફી પર કબજો મેળવવા છ ટીમો વચ્ચે જામશે જંગ, જુઓ સમગ્ર કાર્યક્રમ

Webdunia
મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (16:48 IST)
: વિવો પ્રો કબડ્ડી લિગ તેના અંતિ તબક્કામાં છે ત્યારે સત્રના અત્યાર ,સુધીના સૌથી કપરાં સપ્તાહ દરમિયાન સિઝન સાતની ચેમ્પિયનશિપમાં ટોચના સ્થાન માટે છ ટીમો વચ્ચે રસાકસી ભર્યો મુકાબલો થશે. ટોચની બે ટીમ દબંગ દિલ્હી કેસી અને બંગાલ વોરિયર્સ સેમિફાઈનલ માટે ઓટોમેટિકલી ક્વોલિફાય થઈ ગઈ છે ત્યારે ટોચની છ ટીમો વચ્ચેનો આ પ્લેઓફ મુકાબલો રોમાંચક બની રહેશે. એલિમેનેટર્સ રાઉન્ડમાં ચાર ટીમો વચ્ચે 14 ઓક્ટોબરથી મુકાબલો થશે.
 
પ્રથમ મુકાબલો ગત વખતની ચેમ્પિયન બેંગલુરુ બુલ્સ અને યુપી યોધ્ધા વચ્ચે 7.30એ થશે એ પછી યુ મુંબાનો મુકાબલો 8.30એ હરિયાણા સ્ટીલર્સ સામે થશે. એલિમિનેટર્સના બે વિજેતાઓ આગામી તબક્કામાં પહોંચશે જ્યાં તેમનો મુકાબલો દબંગ દિલ્હી અને બેંગાલ વોરિયર્સ સામે 16મી ઓક્ટોબરની સેમિફાઇનલમાં મુકાબલો થશે. કપરાં સપ્તાહ પૂર્વે ટોચની છ ટીમોના સુકાનીઓએ ઈકેએ ટ્રાન્સસ્ટેડિયા પર વિવો પ્રો કબડ્ડી સિઝન સાતના પ્લે ઓફ અને ફાઇનલ્સ માટેની તેમની તૈયારી અંગે વાત કરી હતી.
 
પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનાર અને સેમિફાઇનલમાં સીધો પ્રવેશ મેળવનારી દબંગ દિલ્હી ટીમના સુકાની જોગિન્દર નારવાલે કહ્યું કે, કબડ્ડી એવી રમત છે જેને દરેક ભારતીય ચાહે છે અને હું જાણું છું કે દબંગ દિલ્હીના ભારતભરમાં ચાહકો છે. તેથી મને વિશ્વાસ છે કે અમને ગુજરાતમાં પણ સારું સમર્થન મળી રહેશે. હવે સ્પર્ધા વધુ મજબૂત થશે કેમકે હવે કપરું સપ્તાહ છે. દબંગ દિલ્હી પ્રથમ વખત સેમિફાઇનલમાં પ્રવેશી રહ્યું છે પણ અમે દબાણ હેઠળ નથી, પરંતુ આ ટીમ છે અને મારી ઈચ્છા આ સત્રમાં ચેમ્પિયન બનવાની છે.
 
બંગાલ વોરિયર્સના સુકાની ઈસ્માઈલ નબીબખ્શે તેમની સ્પર્ધામાં અત્યાર સુધીની સફર અને સેમિફાઇનલ્સ મેચ અંગે કહ્યું કે, વિવો પ્રો કબડ્ડી લિગ સિઝન સાતની સફર ખૂબજ સારી રહી અને ટીમે ટોપ-2માં પ્રવેશ માટે શ્રેષ્ઠ રમત બતાવી છે. હવે અમે સેમિફાઇનલની તૈયારી કરી રહ્યા છીએ અને જાણીએ છીએ કે હવે મુકાબલો વધુ મુશ્કેલ બનશે. અમે સિઝનની શરૂઆત સકારાત્મક રીતે કરી હતી અને હવે ચેમ્પિયન બનવા માગીએ છીએ.
 
યુપી યોધ્ધાના યુવા સુકાની નિતેશ કુમારે એલિમિનેટર 1માં ટીમના સારા દેખાવનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, કપરા મુકાબલા હવે શરુ થશે, એક પણ ભૂલ અમને બહાર ફેંકી શકે છે. બેંગલુરુ બુલ્સ જેવી મજબૂત ટીમ સામે અમે અમારો શ્રેષ્ઠ દેખાવ કરીશું અને તેના માટે અમે તૈયારી છીએ. આનાથી અમારો આત્મવિશ્વાસ વધશે પરંતુ આ સેમિફાઇનલ માટેનો મુકાબલો ખૂબજ કપરો રહેશે.
 
યુપી યોધ્ધા સામેના મુકાબલા પૂર્વે ગત વખતની ચેમ્પિયન બેંગલુરુ બુલ્સના સુકાની પવન શેરાવતે કહ્યું કે, લિગ તબક્કો મુશ્કેલ હતો પણ તેનાથી અમને અમારા પ્રતિસ્પર્ધીઓને ઓળખવાની તક મળી કેમકે અમે તેમની સામે એકથી વધુ વખત રમ્યા. જોકે હવે અમે નોકઆઉટ સ્થિતિમાં છીએ અમારે પૂરી તાકાત સાથે રમવું પડશે. અમારી પાસે યુપી યોધ્ધાના ડિફેન્સને ખાળવા માટેની રણનીતિ છે અને અમે ટાઈટલ જાળવી રાખવા અમારો શ્રેષ્ઠ દેખાવ કરીશું.
 
હરિયાણા સ્ટીલર્સ સામેના મુકાબલા અંગે યુ મુંબાના સુકાની ફઝલ અટ્રાચલીએ કહ્યું કે, લિગ તબક્કામાં અમે જાણતા હતા કે એક મેચ હારી જઈશું તો અમે અમારી ભૂલો પર કામ કરીને આગળ વધીશું. આવતીકાલની મેચ કરો યા મરોનો જંગ છે. જો અમે હારી જઈએ તો અમારું સત્ર પુરૂં થઈ જશે અને અમારે ઘરે પાછા ફરવું પડશે. હરિયાણા મજબૂત ટીમ છે અને તેઓ અમને નિયંત્રણમાં રાખવાની યોજના સાથે આવશે પરંતુ ટીમ તરીકે અમને વિશ્વાસ છે અને અમારે અમારા 100 ટકા મેચ જીતવા માટે આપવા પડશે.
 
હરિયાણા સ્ટીલર્સના સુકાની ધર્મરાજ ચેરાલાથને કહ્યું કે, અમારા માટે લિગ તબક્કો સારો રહ્યો છે. ટીમનો દેખાવ સારો રહ્યો છે. અને અમે મજબૂતીથી આગળ આવ્યા છીએ, જેનાથી અમારી ટીમ એક સમતોલ ટીમ તરીકે ઊભરી છે. અમે યુ મુંબા સામેની મેચ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. અમે તેમની સામે એક મેચ જીત્યા છીએ અને એક હાર્યા છીએ. તેથી આ સત્રમાંની અમારી મેચોમાંથી શીખીને અમે આગળ વધીશું. એક ટીમ તરીકે અમારી નજર સિઝન સાતમાં ચેમ્પિયન બનવા પર છે.
 
મેચોનો કાર્યક્રમ
 
14 ઓક્ટોબરઃ 7.30 સાંજે- એલિમિનેટર-1- યુપી યોધ્ધા વિ. બેંગલુરૂ બુલ્સ
 
8.30 રાત્રે- એલિમિનેટર-2- યુ મુંબા વિ.હરિયાણા સ્ટીલર્સ
 
16 ઓક્ટોબર- 7.30 સાંજે- સેમિફાઇનલ-1 દબંગ દિલ્હી કેસી વિ. એલિમિનેટર-1ની વિજેતા ટીમ
 
8.30 રાત્રે- સેમિફાઇનલ-2 બંગાલ વોરિયર્સ વિ. એલિમિનેટર-2ની વિજેતા ટીમ
 
19 ઓક્ટોબર- 7.30 સાંજે- ફાઇનલ- સેમિફાઇનલ-1ની વેજેતા ટીમ વિ. સેમિફાઇનલ-2ની વિજેતા ટીમ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IND vs AUS: પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ ખરાબ પ્રદર્શન, ભારતે 8 વર્ષ પછી કર્યો કમાલ

IND vs AUS 1st Test Day- ભારતની પહેલી ઇનિંગ 150માં આટોપાઈ

Live 22 નવેમ્બરની અપડેટ- વડોદરામાં રસ્તા રોકતા દબાણો હટાવવા દરમિયાન કોર્પોરેશનની ટીમ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ

WhatsApp લાવ્યો નવુ ફીચર હવે વાઈસ નોટને બદલી શકશો ટેક્સટમાં જાણો કેવી રીતે કામ કરશે.

ભારતીય સૈનિકો દુર્વ્યવહારના આરોપો થયા હોવાના અહેવાલ

આગળનો લેખ
Show comments