Webdunia - Bharat's app for daily news and videos

Install App

INDvAUS: - ટીમ ઈંડિયાએ ઓસ્ટ્રેલિયન ટીમને 50 રને કારમો પરાજ્ય આપ્યો

Webdunia
ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (22:31 IST)
-
ટીમ ઈંડિયાએ બીજી વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 50 રને કારમો પરાજ્ય આપ્યો હતો. ટીમ ઈંડિયાએ આપેલા 253 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયા 202 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું.  ભારત તરફથી કુલદીપ યાદવે હેટ્રિક વિકેટ ઝડપી હતી. વન ડેમાં હેટ્રિક ઝડપનાર કુલદીપ ત્રીજો ભારતીય બોલર બન્યો હતો. આ પહેલા ચેતન શર્મા તેમજ કપિલ દેવ હેટ્રિક ઝડપી ચુક્યા છે. ભુવનેશ્વર, ચહલ અને હાર્દિકે 2-2 વિકેટ ઝડપી હતી.
 
૨૫૩ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને ભુવનેશ્વરકુમારે શરૂઆતમાં ઝટકા આપતાં વોર્નર અને કાર્ટરાઇટને પેવેલિયન મોકલ્યા હતા. બંનેએ 1-1 રન બનાવ્યો હતો. 9 રનના સ્કોરે બે વિકેટ ગુમાવ્યા બાદ સ્મિથ અને ટ્રેવિસ હેડે 76 રન જોડયા હતા. ૮૫ રનના સ્કોરે હેડને ચહલે આઉટ કર્યા બાદ મેક્સવેલ 14 રન બનાવી આઉટ થયો હતો. સ્મિથ અને સ્ટોનિસે 32 રન જોડયા ત્યારે હાર્દિકે પોતાની 100મી વન-ડે રમી રહેલા સ્મિથને આઉટ કરી ભારતને પાંચમી સફળતા અપાવી હતી. તે પછી 33મી ઓવરમાં કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા પર કેર વર્તાવતાં મેથ્યુ વેડ, એશ્ટન એગર અને પેટ કમિન્સને આઉટ કરી પોતાની પ્રથમ હેટ્રિક ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ 148 રનના સ્કોરે આઠ વિકેટ ગુમાવી દેતાં દબાણમાં આવી ગઈ હતી. સ્ટોનિસે ત્યારબાદ કુલ્ટરનાઇલ સાથે 34 રન જોડયા હતા ત્યારે હાર્દિકે કુલ્ટર નાઇલને આઉટ કરી ઓસ્ટ્રેલિયાને નવમો ઝટકો આપ્યો હતો. સ્ટોનિસે સંઘર્ષ કરતાં પોતાની અર્ધી સદી પૂર્ણ કરી ટીમનો સ્કોર 202 રને પહોંચાડયો હતો. 44મી ઓવરમાં સ્ટ્રાઇક રિચર્ડસન પાસે આવી હતી ત્યારે ભુવનેશ્વરે રિચર્ડસનને એલબીડબ્લ્યુ આઉટ કરી ભારતને ભારતને જીત અપાવી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની શ્રેણીની બીજી વનડે ઈંટરનેશનલ મેચમાં ભારતે ટૉસ જીતીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. ભારત માટે રોહિત શર્મા અને અજિંક્ય રહાણેએ રમતની શરૂઆત કરી છે. 
 
ઓસ્ટ્રેલિયા કપ્તાન સ્ટીવ સ્મિથ માટે આ મેચ ખૂબ ખાસ છે. તે પોતાની 100મી વનડે ઈંટરનેશનલ મેચ રમી રહ્યા છે.  
 
Live સ્કોર માટે ક્લિક કરો 
 
ભારતે શ્રેણીની પ્રથમ મેચ ચેન્નઈમાં જીતી હતી અને શ્રેણીમાં 1-0થી આગળ છે. ઓસ્ટ્રેલિયાઈ ટીમ આ મેચ સાથે જ શ્રેણીમાં કમબેક કરવાની કોશિશ કરશે. કલકત્તામાં સતત બે દિવસથી વરસાદ પડવાને કારણે બંને ટીમ પ્રેકટીસ કરી શકી નહોતી. ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફરફાર કર્યો નથી. 
ભારતીય ક્રિકેટ ટીમ અહીં ઇડન ગાર્ડન્સમાં મહેમાન ઓસ્ટ્રેલિયા સામે બીજી વન-ડે મેચમાં રમી રહી છે.ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો લીધો નીર્ણય. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વનડે સીરીઝની આજે બીજી વનડે બપોરે 1:30 વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પ્રારંભ થશે. પ્રથમ વનડેમાં મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયાને 26 રનથી હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાની નજર કોલકાતામાં પણ જીત હાંસલ કરી સીરીઝ પર પકડ મજબૂત કરવા પર રહેશે.
 
વરસાદની શક્યતા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ અહીં ઇડન ગાર્ડન્સમાં મહેમાન ઓસ્ટ્રેલિયા સામે બીજી વન-ડે મેચમાં રમી રહી છે. કોલકાતામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને ગુરુવારે પણ હવામાન વિભાગે વરસાદની શક્યતા દર્શાવી છે. ઇડન ગાર્ડન્સની પીચની ભીની થતાં રોકવા માટે કવરથી ઢાંકી દેવાયું હતું. આજે મેચ પહેલાં થયેલા ટોસમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments