Asian Games 2023 Update: ચીનના હાંગઝોઉમાં આયોજિત 19મી એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 69 મેડલ જીત્યા છે, જેમાં 15 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. આજે એશિયન ગેમ્સના 11મા દિવસે ભારતના નીરજ ચોપરા અને કિશોર જેનાએ પુરુષોની જેવલિન થ્રો ઈવેન્ટમાં પ્રભુત્વ જમાવ્યું હતું કારણ કે નીરજ ચોપરાએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો જ્યારે કિશોર જેનાએ સિલ્વર મેડલ જીત્યો હતો.
- રિલેમાંથી પણ આવ્યું સોનું
મેન્સ ટીમે 4x400 મીટર રિલે ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને મેડલની સંખ્યા 81 પર પહોંચાડી દીધી.
- નીરજે પણ જીત્યો ભારતના મેડલની સંખ્યા 80ને પાર થઈ ગઈ છે
ભારતની રામરાજ વિથ્યા, પ્રાચી, ઐશ્વર્યા કૈલાશ મિશ્રા અને સુભા વેંકટેસને મહિલાઓની 4x400 મીટર રિલેમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.
- હરમિલન બેન્સે સિલ્વર જીત્યો હતો
ભારતની હરમિલન બેન્સે 800 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો છે. હરમિલને 800 મીટરમાં 2:03.75ના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે આ ખેલાડીએ 1500 મીટરમાં સિલ્વર પણ જીત્યો છે.ગોલ્ડ
- પુરુષોના ભાલા ફેંકમાં ભારતના નીરજ ચોપરાએ ગોલ્ડ અને કિશોર કુમારે સિલ્વર મેડલ જીત્યો હતો.
- ભારતીય હોકી ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે
ભારતીય હોકી ટીમ એશિયન ગેમ્સ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમે દક્ષિણ કોરિયાને 5-3થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ભારતનો સિલ્વર મેડલ નિશ્ચિત થઈ ગયો છે.