Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શૂટિંગ: પુરુષોએ ગોલ્ડ તો મહિલાઓ જીત્યો સિલ્વ

શૂટિંગ: પુરુષોએ ગોલ્ડ તો મહિલાઓ જીત્યો સિલ્વ
, રવિવાર, 1 ઑક્ટોબર 2023 (14:48 IST)
મેડલની દૃષ્ટિએ ભારત માટે રવિવારનો દિવસ ઘણો સારો રહ્યો છે. ટ્રેપ શૂટિંગમાં ભારતીય ટીમમાં સામેલ પૃથ્વીરાજ ટોન્ડઈમન, ક્યાનન ચેનાઈ અને જોરાવરસિંહ સંધુએ ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ આ રમતનો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે. આ ખેલાડીઓએ 361નો સ્કોર હાંસલ કર્યો હતો.
 
ટ્રેપ શૂટિંગની ટીમ ઇવેન્ટમાં મહિલાઓએ સિલ્વર મેડલ જીત્યો હતો.
 
મહિલા ટીમના સભ્યો રાજેશ્વરીકુમારી, મનીષા કીર અને પ્રીતિ રજકે મળીને 337 સ્કોર નોંધાવ્યો હતો.
 
અત્યાર સુધીમાં ભારતે કુલ 41 મેડલ જીત્યા છે. જેમાં 11 ગોલ્ડ, 16 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેબલમાં ચોથા સ્થાને છે.
 
ચીન મેડલમાં સૌથી ઉપર છે. તેણે અત્યાર સુધીમાં 115 ગોલ્ડ, 69 સિલ્વર અને 36 બ્રોન્ઝ સહિત કુલ 220 મેડલ જીત્યા છે.
 
ભારતીય ગોલ્ફર અદિતિ અશોકે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે.
 
અદિતિ ગોલ્ફમાં મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યાં છે.
 
અદિતિ ગોલ્ડ મેડલના પ્રબળ દાવેદાર મનાતાં હતાં પરંતુ તેમનો એક રાઉન્ડ ખરાબ રહ્યો હતો.
 
તેમને 16મા હોલમાં ડબલ બોગી મળી અને ગોલ્ડ જીતવાની તક તેમના હાથમાંથી જતી રહી. આ પહેલાં ઓલિમ્પિકમાં પણ તેમના પ્રદર્શનથી તેમણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
50 મીટર 3-પી સ્પર્ધામાં ભારતીય પુરુષ ટીમે જીત્યો ગોલ્ડ
હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સના પાંચમા દિવસે પણ ભારતીય ખેલાડીઓએ મેડલ જીતવાનો સિલસિલો આગળ ધપાવ્યો હતો.
 
ભારતીય નિશાનબાજ ઈશાસિંહ, પલક અને દિવ્યા થડિગોલે શુક્રવારના રોજ મહિલાની દસ મીટર ઍર પિસ્તોલ ટીમ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mahatma Gandhi Quotes - સ્વચ્છતા વિશે મહાત્મા ગાંધીજીના 10 વિચાર