Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવજીને બિલીપત્ર શા માટે ચઢાવવામાં આવે છે

Webdunia
રવિવાર, 31 જુલાઈ 2022 (14:03 IST)
તમે  જોયું હશે કે શિવના ભક્ત ભોળાનાથને બિલીપત્ર અને ભાંગ, ધતૂરો જ અર્પિત કરવામાં આવે છે. જ્યારે  બીજા દેવી-દેવતાઓને જુદા-જુદા પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવે છે. તે ઉપરાંત ભોળા શંકર ભાંગ ચઢાવતા લોકો પર પ્રસન્ન થાય છે. ભગવાનને આ બધી ચીજો કેમ પસંદ છે  એનો જવાબ પુરાણોમાં મળે છે.  
 
શું કહે છે પુરાણ શિવની આ પસંદ વિશે 
પુરાણો મુજબ સમુદ્ર મંથન સમયે જ્યારે વિષ નીકળ્યું ત્યારે વિષના આ પ્રભાવથી બધા દેવી-દેવતાઓ અને જીવ જંતુ વ્યાકુળ  થવા લાગ્યા. 
 
શું કહે છે પુરાણ શિવની આ પસંદ વિશે 
 આ સમયે ભગવાન શિવે વિષને પોતાની અંજલીમાં લઈ પી લીધું . વિષના પ્રભાવથી પોતાના બચાવવા માટે શિવે વિષને કંઠમાં રાખી લીધુ.  જેથી શિવજીનો કંઠ (ગળું) ભૂરો થઈ ગયો અને શિવજી નીલકંઠ નામથી ઓળખવા લાગ્યા. 
 
ક્યારથી શરૂ થયો  બીલીપત્રથી શિવની પૂજાનો નિયમ 
પરંતુ વિષના પ્રભાવથી શિવજીનું  મસ્તિષ્ક ગરમ થઈ ગયુ. ત્યારે દેવતાઓએ શિવજીના માથા પર જળ નાખ્યું જેથી માથાની ગરમી ઓછી થઈ. 
 
બિલીપત્રના પાંદડા પણ ઠંડક આપે છે. તેથી શિવજીને બિલીપત્ર અર્પિણ કરવામાં આવી. ત્યારથી શિવજીની પૂજા જળ અને બિલપત્રથી કરાય છે. 
 
બિલીપત્રથી પૂજાના લાભ 
 
બિલીપત્ર અને જળથી  શિવજીના માથામાં શીતળતા રહે છે અને તેમને શાંતિ મળે છે. આથી બિલપત્ર અને જળથી પૂજા કરતા શિવજી પ્રસન્ન થાય  છે. શિવરાત્રિની કથામાં એક પ્રસંગ છે કે શિવરાત્રિની  રાતે એક ભીલ માણસ ઘરે નહી જઈ શક્યો તેણે રાત  બિલના ઝાડ પર પસાર કરવી પડી.  ઉંઘ આવી તે ઝાડ પરથી પડી ના જાય તે માટે બિલના પાંદડા તોડીને નીચે ફેંકવા લાગ્યો.તેના નસીબજોગે એ ઝાડ નીચે એક શિવલિંગ હતુ . બિલના પાંદડા શિવજી પર પડતા શિવજી પ્રસન્ન થયાં અને તે ભીલ સામે પ્રગટ થયા  અને તેને અને તેના પરિવારને મુક્તિનું વરદાન આપ્યુ.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મીઠા વગર ની મોળી રેસીપી

Cold Water Causes Cold: શું ઠંડુ પાણી પીવાથી સાચે જ શરદી કે ખાંસી થાય છે ? કે પછી બીજું કોઈ કારણ છે જવાબદાર

શ્રાવણ સ્પેશિયલ: ડુંગળી-લસણ વગર બનાવો આ 5 સ્વાદિષ્ટ શાક

ભીંડા નું શાક બનાવવાની રીત

શું તમે પણ છો ચા પીવાના શોખીન ? તો પીવો ગોળની ચા, આ સમસ્યાઓથી મળશે છુટકારો

વધુ જુઓ..

નવીનતમ

Dashama Sthapana Muhurat 2026 - ક્યારથી શરૂ થશે દશામાનુ વ્રત ? જાણો શુભ મૂહુર્ત, પૂજા સામગ્રી અને દશામાની પૂજા વિધિની સમ્પૂર્ણ માહિતી

માસિક શિવરાત્રી પર ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે, કરો આરતી અને આ શક્તિશાળી મંત્રોનો કરો પાઠ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 11 ઓગસ્ટ, 2026

Dashama Vrat - દશામા વ્રત પૂજન કેવી રીતે કરવો, જાણો 11 કામની વાત

Dashama No Thal - દશામા ભાવ તણાં ભોજન જમો/ દશામાનો થાળ ધરવાનો

આગળનો લેખ
Show comments