Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાવણમાં કરો આ ઉપાય, ઘરમાં થશે ખુશીઓનો વરસાદ

Webdunia
ગુરુવાર, 9 જુલાઈ 2020 (19:24 IST)
શ્રાવણ માસ ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી આખું ભક્તિમય થઈ જાય છે. આ પવિત્ર મહિનામાં, સકારાત્મક શક્તિ ચારેબાજુ છવાય જાય છે. શ્રાવણ મહિનાને લગતા કેટલાક ઉપાયો પણ વાસ્તુમાં જણાવેલ છે. ચાલો તેમના વિશે જાણીએ.
 
- શ્રાવણ મહિના દરમિયાન દરરોજ ગાય કે બળદને લીલો ચારો ખવડાવો. ગરીબને ભોજન આપો. ઘરમાં ક્યારેય પણ ખોરાકની તંગી નહીં થાય. 
- શ્રાવણ માસમાં ઘરે તુલસીની સ્થાપના કરવી  શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનામાં ઘરે વિવિધ છોડ લગાવો. આવુ કરવાથી ઘરમાં આનંદ આવે છે. - શ્રાવણ મહિનામાં ઘરની પૂર્વ દિશામાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની મૂર્તિ અથવા ચિત્ર લગાવો.  તેનાથી ઘરમાંથી ક્લેશ દૂર  થાય છે. 
- આ મહિનામાં રુદ્રાક્ષ ધારણ કરો. તેનાથી  માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.  
-  શ્રાવણમાં ઉપવાસ કરવાની અથવા એક સમયે ભોજન લેવાની વિશેષ માન્યતા છે. આવુ કરવાથી પાપોનો નાશ થાય છે અને આધ્યાત્મમાં રસ વધે છે.   
- ઘરના રસોડામાં ગંગાજળ લાવીને મુકો. ઘરના હોલમાં ચાંદી અથવા તાંબાનું ત્રિશૂળ મૂકો.  તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર રહેશે.  ડમરૂને બાળકોના રૂમમાં મુકો. આવુ કરવાથી બાળકોને કોઈ પ્રકારનો ભય રહેતો નથી. 
- ચાંદી અથવા તાંબાની બનેલી નંદી તિજોરીમાં મૂકો. ઘરના મુખ્ય દરવાજા પર ચાંદી અથવા તાંબાનો સાપ મુકો . આ કરવાથી તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Yoga Day Wishes & Quotes - યોગ દિવસની શુભેચ્છા

21 જૂનની રાત સૌથી નાની કેમ હોય છે ? જાણો કારણ અને રોચક માહિતી

Father's Day Wishes 2026: મને ખબર છે પપ્પા એ ગુસ્સામાં પણ પ્રેમ હતો.. ફાધર્સ ડે પર તમારા હીરો ને મોકલવા માટે બેસ્ટ મેસેજ

Happy Father's day.. : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

Poem For Father - એ પિતા હોય છે...

વધુ જુઓ..

નવીનતમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

આગળનો લેખ
Show comments