Dharma Sangrah

Evrat jivrat vrat 2025 - એવરત-જીવરત વ્રત ક્યારે છે અને આ કેવી રીતે કરવું

Webdunia
Evrat jivrat vrat 2024  એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુ. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. વ્રતથી અખંડ સૌભાગ્યની સાથે સંતાન સુખના આશિષ પ્રાપ્ત થવાની માન્યતા છે. 25  જુલાઈથી  શ્રાવણ માસની  શરૂઆત થઈ રહી છે તેથી આ વખતે એવરત જીવરત વ્રત 22  જુલાઈથી શરૂ થઈને  24  જુલાઈ સુધી રહેશે. 
 
આ વ્રતને દિવાસાનુ વ્રત પણ કહેવાય છે. કહેવુ છે કે દિવાસાના વ્રત કરનાર સ્ત્રીને એવરત અને જીવરત મા અખંડ સૌભાગ્યના આશિષ આપે છે. 

અષાઢના અંતિમ દિવસે પરિણીતા બહેનો માટેનું એવરત-જીવરતનું વ્રત અને દિવાસાનું જાગરણ તા.24 જુલાઈએ ગુરૂવારે અષાઢ અમાસની રાત્રિએ કરાશે, બીજા દિવસે સોમવારે પાવનકારી શ્રાવણ માસનો આરંભ થશે અને શ્રાવણની પહેલી સાંજ સુધી વ્રતધારી બહેનો જાગરણ કરશે એટલે કે દોઢ દિવસનું આ હિ‌ન્દુ વ્રતોનું સૌથી મોટુ જાગરણ છે. એક તો પર્વનો માસો ગણાતા 'દિવાસા’નું જાગરણ સૌથી મોટું જાગરણ ગણાય છે. જેમાં પરિણીતા વ્રતધારી બહેનો આ ગુરૂવારે આખો દિવસ ઉપવાસ કરી એવરત-જીવરત અને અજયા માતા, વિજ્યા માતાની આસ્થાભેર પૂજા કરશે. ગુરૂવાર  રાત ઉપરાંત શુક્રવારે પણ આખો દિવસ આ બહેનો સૂતી નથી. આ પર્વની ઉજવણી સાથે હિ‌ન્દુ ધર્મના અનેકવિધ પર્વો અને તહેવારોની ઉજવણીનો આરંભ થાય છે. દિવાસાથી શરૂ થતી પર્વોની શૃંખલા લાભપાંચમ સુધી ચાલે છે જેમાં નાના-મોટા 100  જેટલા પર્વોની પૂજા પરંપરાગત  રીતે હિ‌ન્દુ સમાજ કરે છે
 
દિવાસા એટલે જે દિવાસો (Divaso) દિવાસાના દિવસ સાથે એવરત-જીવરતનું વ્રત પણ સંકળાયેલું છે. અષાઢ વદ તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જ્વારાની પૂજા કરીને તેની પાસે દીવો પ્રગટાવે છે. એટલા માટે પણ આ દિવસને દિવાસો કહેવાય છે.દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે. દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીઓ દશામાનો શણાગર, સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા -અર્ચના કરે છે.
 
એવરત-જીવરતમાં શું કરવુ 
 
- આ દિવસે સવારે જલ્દી ઉઠીને નાહી ધોઈ મંદિરે જઈ એવરત-જીવરત નામની દેવીઓનું પૂજન કરવું. 
 - ઉપવાસમાં સ્ત્રીએ મીઠાં વગરનો જ ખોરાક લેવાનો હોય છે
 - વ્રત કરનાર સ્ત્રી જવારાની વાવણી કરે છે
- દિવસે માત્ર ફળફળાદિ ખાય અને રાત્રે જાગરણ કરે, 
- આ વ્રત પાંચ વર્ષ સુધી કર્યા પછી ઉજવાય. ઘણું કરી
-  આ વ્રત કરનાર પતિના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

આ શિયાળામાં તમારા બાળકોને આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ચિલી ગાર્લિક વેજેસ ખવડાવો; તેને બનાવવાની સૌથી સરળ રીત શીખો.

Rani of Jhansi : ઝાંસી રાણી લક્ષ્મીબાઈનો છેલ્લો દિવસ, તેમનું મોત ખરેખર કેવી રીતે થયું હતું?

ચિયા સીડ્સ ને પાણી કે દૂધ ? કોની સાથે મિક્સ કરીને પીવાથી આરોગ્ય માટે વધુ લાભકારી

વધુ જુઓ..

નવીનતમ

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

Wednesday Mantra: તમારું કોઇપણ કામ ઝડપથી પાર પાડવા અને અવરોધોથી મુક્તિ માટે બુધવારે કરો ગણેશજીના આ મંત્રોનો જાપ

અમાસના દિવસે શું કરવું જોઈએ

Margashirsha Amavasya- ગ્રહદોષોથી મુક્તિ મેળવવા માટે માર્ગશીર્ષ અમાવાસ્યા પર આ ઉપાયો કરો.

હનુમાન માટે "ભગવાન" શબ્દનો ઉપયોગ કેમ નથી થતો?

આગળનો લેખ
Show comments