Shravan Maas 2023 : શ્રાવણનો મહિનો શિવભક્તો માટે કોઈ ઉત્સવથી ઓછો નથી. આ વખતે 17 ઓગસ્ટને ગુરુવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ સમય દરમિયાન, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે, તેમના ભક્તો જળ અભિષેક, દૂધ અભિષેક અને રુદ્રાભિષેક કરીને આશીર્વાદ મેળવે છે. શ્રાવણ મહિના દરમિયાન શિવભક્તો જળાભિષેક અને દુધનો અભિષેક અને રુદ્રાભિષેક કરીને ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત છે. મહાદેવ એક કળશ જળથી પણ પ્રસન્ન થઈ જાય છે પરંતુ આ દરમિયાન કેટલીક ભૂલ બિલ્કુલ પણ ના કરવી જોઈએ, નહીંતર મહાદેવ નારાજ થઈ શકે છે.
1. ભોજનનું ખાસ ધ્યાન રાખો
શ્રાવણ મહિનામાં કોઈ વ્યક્તિએ ભૂલથી પણ માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. આ સમય દરમિયાન ભક્તોને આ વસ્તુઓનું સેવન કરવાથી પૂજાનું ફળ મળતું નથી. શ્રાવણ મહિનામાં લસણ, ડુંગળી અને રીંગણ ખાવાનું ટાળો.
2. તેલ ન લગાવો
ધાર્મિક માન્યતાઓ અનુસાર, કોઈ પણ વ્યક્તિએ શ્રાવણ મહિનામાં પોતાના શરીર પર તેલ ન લગાવવું જોઈએ. આ પવિત્ર શ્રાવણ માસમાં તેલનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
૩ દૂધનું સેવન ના કરવું
પ્રચલિત માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ ચઢાવવામાં આવે છે, જેથી કોઈપણ વ્યક્તિએ દૂધનું સેવન ના કરવું જોઈએ.
4. કોઈનો અનાદર ન કરો
ધાર્મિક માન્યતાઓ અનુસાર, પવિત્ર શ્રાવણ મહિનામાં ભૂલથી પણ કોઈ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ. મનમાં તેના માટે નકારાત્મક વિચારો પણ ન લાવવા જોઈએ. તેમજ અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી મહાદેવની પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી.
5. પલંગ પર સૂવું નહીં
પવિત્ર શ્રાવણ માસમાં વ્રત કરનાર વ્યક્તિએ પલંગ પર નહીં પણ જમીન પર સૂવું જોઈએ અને દિવસ દરમિયાન સૂવાનું ટાળવું જોઈએ. માન્યતા મુજબ વ્રત કરનારાઓએ એક જ વાર સૂવું જોઈએ. બાકીનો દિવસ શિવની ભક્તિમાં મગ્ન રહેવું જોઈએ.