26 જાન્યુઆરી, 1950 ના રોજ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે 21-તોપોની સલામી બાદ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવીને ભારતીય પ્રજાસત્તાકના ઐતિહાસિક જન્મની જાહેરત કરી. બ્રિટીશ શાસનથી છૂટકારો મેળવ્યાના 894 દિવસ પછી, આપણો દેશ સ્વતંત્ર બન્યો. ત્યારથી દર વર્ષે, પ્રજાસત્તાક દિવસ સમગ્ર દેશમાં ગૌરવ અને ઉમંગથી ઉજવવામાં આવે છે.
લગભગ 2 દસકા જૂની આ યાત્રાને સન 1930માં એક સપનાના રૂપમાં સંકલ્પિત કરવામાં આવી અને આપણા ભારતના શૂરવીર ક્રાતિકારિઓએ સન 1950માં તેને એક ગણતંત્રના રૂપમાં સાકાર કર્યો. ત્યારથી ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક રાષ્ટ્રના રૂપમાં ભારતનુ નિર્માણ થયુ અને એક ઐતિહાસિક ઘટના સાકાર થઈ.
31 ડિસેમ્બર 1929ની મઘ્ય રાત્રિમા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લાહોર સત્ર દરમિયાન રાષ્ટ્રને સ્વતંત્ર બનાવવાની પહેલ કરવામાં આવી હતી આ સત્રની અધ્યક્ષતા પંડિત જવાહરલાલ નેહરુએ કરી હતી. બેઠકમાં હાજર બધા ક્રાંતિકારીઓએ અંગ્રેજ સરકારના શાસનથી ભારતને આઝાદ કરવા અને પૂર્ણ રૂપેણે સ્વતંત્રતાને સાકાર કરવા માટે 26 જાન્યુઆરી 1930ને સ્વતંત્રતા દિવસના રૂપમાં ઐતિહાસિક પહેલ બનાવવાની શપથ લીધી હતી. ભારતના એ શૂરવીરોએ પોતાના લક્ષ્ય પર ખરા ઉતરવાની ભરચક કોશિશ કરી અને ભારત સાચે જ સ્વતંત્ર દેશ બની ગયો.
ત્યારબાદ ભારતીય સંવિધાન સભાની પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ થઈ. જેમા ભારતીય નેતાઓ અને અંગ્રેજ કેબિનેટ મિશને ભાગ લીધો. ભારતને એક સંવિધાન આપવના વિષયમાં અનેક ચર્ચાઓ ભલામણો અને વાદ વિવાદ થયા. અનેક વાર સંશોધન કર્યા પછી ભારતીય સંવિધાનને અંતિમ રૂપ આપવામાં આવ્યુ જે 3 વર્ષ પછી એટલે કે 26 નવેમ્બર 1949ના રોજ સત્તાવાર રૂપે અપનાવ્યુ.
આ અવસર પર ડો. રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી. જેથી ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ એક સ્વતંત્ર રાષ્ટ્ર્ બની ચુક્યુ હતુ. પણ આ સ્વતંત્રતાની સાચી ભાવનાને પ્રકટ કર્યો 26 જાન્યુઆરી 1950ના રોજ. ઈર્વિન સ્ટેડિયમ જઈને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને આ રીતે ગણતંત્રના રૂપમાં ભારતીય સંવિધાન પ્રભાવી થયુ.