ગુજરાતમાં ચૂંટણી ટાણે જ ત્રીજા મોરચા તરીકે જન વિકલ્પ મોરચો શરૂ કરનારા શંકરસિંહ વાઘેલાએ સામખિયાળીમાં ભાજપના ધારાસભ્ય સંચાલિત ભોજનાલયમાં બપોરનું ભોજન લઇને કચ્છનો પ્રવાસ શરૂ કર્યો હતો.
માતાના મઢમાં માતાજીને શીશ ઝુકાવી શંકરસિંહે કહ્યું હતું કે, લોકોના પ્રશ્નો ઉકેલવામાં ભાજપ નિષ્ફળ નિવડ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, બીન અનામતમાં આવતી હોય તેવી જ્ઞાતિઓને પણ અલગથી 50 અનામત મળવી જોઇએ. આગામી ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર જનવિકલ્પ મોરચાના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે ભોજનાલય પરિસરમાં આવેલા આયુર્વેદિક સ્ટોરની મુલાકાત લઇને શુભેચ્છા પાઠવી હતી.પોલીસ સ્ટેશન પાસે આવેલી હોટલ પર પહોંચેલા બાપુએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકોને સંબોધતાં જણાવ્યું હતું કે, તમારો ઉમેદવાર તમે જ નક્કી કરી, 100થી વધારે બેઠક જીતીને તમારીજ સરકાર બનાવો એવી વાત લઇને કચ્છમાં આવ્યો છું.