Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા સેન્ટ્રલ જેલના ૧૯૯ કેદીઓએ ત્રણ મહિનામાં કરી ૧.૧૨ કરોડની કમાણી

રીજનલ ડેસ્ક
સોમવાર, 26 ઑગસ્ટ 2019 (14:58 IST)
ગુજરાત સરકારે જેલોને સુધારણા ગૃહમાં પરિવર્તિત કરી હતી જેના પરિણામે કેદીઓને જેલવાસ દરમિયાન નવા-નવા ઉદ્યોગો શીખવા મળે છે. જે તેને સમાજ જીવનમાં પુન:સ્થાપિત કરવામાં ખૂબ ઉપયોગી નીવડે છે. વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા કેદીઓમાંથી ૧૯૯ કેદીઓ વિવિધ ઉદ્યોગોમાં કામ કરે છે, જેનું ત્રણ મહિનાની આવકનું ટર્ન ઓવર રૂ. ૧.૧૨ કરોડ થયું હતું. કેદીઓને મળતી દૈનિક વેજીસની રકમમાંથી ૫૦ ટકા રકમ પર્સનલ પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવે છે. રાજ્યની તમામ જેલની સરખામણીએ આવકમાં અને કામગીરીમાં વડોદરા મધ્યસ્થ જેલે ઉદ્યોગમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. વડોદરા મધ્યસ્થ જેલમાં કેદીને પસંદગી પ્રમાણેના ઉદ્યોગમાં ત્રણ મહિના દરમિયાન તાલીમ આપીને કામગીરી સોંપવામાં આવે છે. જેલમાં ચાલતા તમામ ઉદ્યોગોમાં સજા ભોગવતા કેદીઓમાંથી ૧૯૯ કેદીઓ વિવિધ ઉદ્યોગમાં કામ કરે છે. જેમાં એપ્રિલ ૨૦૧૯થી લઈને જૂન ૨૦૧૯ દરમિયાન ૧૯૯ કેદીઓના ઉદ્યોગનું ટર્ન ઓવર રૂ. ૧.૧૨ કરોડ રૂપિયા થયું હતું. જેલના સિનિયર જેલર એમ. એન. રાઠવાએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ જેલોમાં ક્વોલિટી પ્રમાણે અને ઉત્પાદનના આંકડાકીય રીતે ઓછા કેદીઓ વડોદરા મધ્યસ્થ જેલમાં હોવા છતાં રાજ્યની તમામ જેલની સરખામણીએ આવકમાં અને કામગીરીમાં વડોદરા મધ્યસ્થ જેલે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments