Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લોક રક્ષકની પરીક્ષાના ઉમેદવારોને વળતર આપવા અને પોતાના જીલ્લામાં પરીક્ષા કેન્દ્ર આપવા ઉગ્ર માંગ

લોક રક્ષકની પરીક્ષાના ઉમેદવારોને વળતર આપવા અને પોતાના જીલ્લામાં પરીક્ષા કેન્દ્ર આપવા ઉગ્ર માંગ
, સોમવાર, 3 ડિસેમ્બર 2018 (13:53 IST)
લોક રક્ષકની આજની પરીક્ષામાં પેપર લીક થવાની ઘટનાને પગલે પરીક્ષા રદ કરી દેવાઈ છે ત્યારે એક જીલ્લામાંથી બીજા જિલ્લામાં ગયેલા ઉમેદવારોએ ભારે હેરાન થવુ પડયુ હતુ.જેથી ઉમેદવારોએ હવે ફરી પરીક્ષા ઉમેદવારોના પોતાના  જિલ્લામાં જ રાખવા અને આજની પરીક્ષામાં ઉમેદવારોને થયેલા ખર્ચ અને હેરાનગતી માટે વળતર આપવા માંગ ઉઠી છે.
પેપર લીક થવા મુદ્દે અને સરકાર દ્વારા પરીક્ષા રદ કરવા મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારની જ્યાં આકરી ટીકા કરી છે ત્યારે કોંગ્રેસની યુવા પાંખ એનએસયુઆઈ દ્વારા આજે અમદાવાદમાં ગુજરાત યુનિ.નજીક ઉગ્ર વિરોધ પ્રદર્શ કરવામા આવ્યુ હતું.જો કે વિરોધના આવેશમાં એનએસયુઆઈના કાર્યકરોએ સરકારનો વિરોધ કરવા શિક્ષણમંત્રીના પુતળાનું દહન કર્યુ હતું. 
જો કે આજની પરીક્ષા સાથે શિક્ષણ વિભાગને કોઈ લેવા દેવા નથી,આજની પરીક્ષા સંપૂર્ણ પોલીસ વિભાગ દ્વારા આયોજિત કરાઈ હતી .માત્ર રાજ્યના પરીક્ષા સેન્ટરો સ્કૂલોમાં રાખવામા આવ્યા હતા. એનએસયુઆઈના કાર્યકરોએ સાંજે એચ.એલ.કોલેજ રોડ પર શિક્ષણમંત્રીનું પુતળા દહન કરી અને સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કર્યો હતો.
જેને પગલે પોલીસે ત્રણથી ચાર કાર્યકરોની અટકાયત પણ કરી હતી.એનએસયુઆઈ દ્વારા આવતીકાલે સરકાર સામે પેપર લીક થવા મુદ્દે રાજ્યના વિવિધ જીલ્લાઓમાં વિરોધ કાર્યક્રમો કરવામા આવશ અને દેખાવો કરવામા આવશે.આજની પરીક્ષામાં જ્યાં એક જિલ્લાના ઉમેદવારોને બીજા જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર આપવામા આવ્યુ હતુ ત્યારે દૂર દૂરથી આવેલા ઉમેદવારો ભારે હેરાન થયા હોઈ હવે લેવનારી ફેર પરીક્ષાના કેન્દ્ર જે તે જિલ્લામા ગોઠવવા અને આજની પરીક્ષાને લઈને ઉમેદવારોનો તથા તેમના વાલીઓનો સમય અને નાણાનો વ્યય થવા સામે વળત આપવા પણ માગ કરાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Telangana Electionsચાવાળાને એટલો મારીશ કે કાનમાંથી લોહી નીકળશે - ઓવૈસીના ભાઈએ PM મોદીને આપી ધમકી