Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weather updates- રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

Webdunia
રવિવાર, 3 માર્ચ 2024 (10:50 IST)
-હવામાન પલટાયેલું જોવા મળ્યું છે.
-બે જગ્યાએ હળવો વરસાદ પણ પડ્યો છે.
- કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળો 


Weather news-  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારો પર શરૂ થઈ ગઈ છે અને શુક્રવારની સવારથી જ ઘણા જિલ્લામાં હવામાન પલટાયેલું જોવા મળ્યું છે.
 
રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળો દેખાઈ રહ્યાં છે અને એકાદ બે જગ્યાએ હળવો વરસાદ પણ પડ્યો છે.
 
હવામાન વિભાગે આજથી બે દિવસ સુધી રાજ્યાના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે.
 
ગુજરાત સહિત ભારતનાં અન્ય રાજ્યોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડશે. ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ભારે વરસાદની સાથે બરફવર્ષા થવાની પણ શક્યતા છે.
 
હાલની આ સિસ્ટમ મજબૂત હોવાને કારણે દેશના અનેક વિસ્તારોમાં તેના કારણે વરસાદ પડશે.
 
ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદ પડશે?
હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે મુજબ 1 માર્ચથી જ રાજ્યના હવામાનમાં પલટો આવી ગયો છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળો દેખાવાં લાગ્યાં હતાં.
 
પશ્ચિમ તરફથી આવતી આ સિસ્ટમ ઈરાન અને અફઘાનિસ્તાન પર પહોંચતાની સાથે જ તેને અરબી સમુદ્રમાંથી મદદ મળી રહી છે. એટલે કે અરબી સમુદ્ર પરથી જતા ભેજવાળા પવનો આ સિસ્ટમને તાકત આપી રહ્યા છે.
 
હવામાન વિભાગના અમદાવાદ સેન્ટરે ગુજરાત માટે આગાહી કરતાં કહ્યું છે કે રાજ્યમાં બે દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
 
તારીખ 2 માર્ચ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા અને છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 માર્ચે પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે.
 
જોકે, હાલની સિસ્ટમથી ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદ કે સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતા નથી. છુટાછવાયાં સ્થળોએ હળવો અને મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે.
 
ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી?
આ સિસ્ટમને કારણે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા પશ્ચિમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભવાના છે.
 
હાલ રાજસ્થાન પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યું છે અને તેની અસર રાજસ્થાનની સાથે સાથે ગુજરાતના વિસ્તારોને પણ થવાની શક્યતા છે.
 
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 1 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ જિલ્લાઓના કેટલાક વિસ્તારો તથા ભાવનગરના કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
 
2 માર્ચના રોજ આ સિસ્ટમની અસર વધારે વિસ્તારોમાં થવાની શક્યતા છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાઓમાં તેની અસર થાય તેવી શક્યતા છે.
 
3 માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પરથી ખૂબ ઓછી થઈ જશે અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
 
હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા બે-ત્રણ દિવસો સુધી ગુજરાતમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થાય તેવી શક્યતા છે
 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને ક્યારે અસર કરે છે?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધારે અસર જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડમાં થાય છે, ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા પર તેની અસર જોવા મળે છે.
 
આ સિવાય ક્યારેક આ સિસ્ટમની અસર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર પણ જોવા મળે છે અને તેના કારણે ઘણી વખત કમોસમી વરસાદ પણ પડે છે.
 
જ્યારે આ સિસ્ટમ વધારે મજબૂત હોય અને તેની અસર નીચે રાજસ્થાન કે તેની પાસેના પાકિસ્તાનના વિસ્તાર પર સાયક્લૉનિક સર્ક્યુલેશન બને ત્યારે તે ગુજરાતને અસર કરે છે.
 
સાદી રીતે સમજીએ તો આ સિસ્ટમ મજબૂત હોય અને તેમાં અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો ભળે ત્યારે તેના કારણે ગુજરાતમાં વરસાદ થાય છે.
 
આ ઉપરાંત જેટ સ્ટ્રીમ ઉપરના વાતાવરણમાં કયા સ્થળે છે તેના પર પણ એ આધાર રાખે છે કે કયા વિસ્તારોને તે અસર કરશે.
 
ગુજરાતમાં સામાન્ય રીતે શિયાળામાં પડતો વરસાદ કમોસમી વરસાદ ગણાય છે, કારણ કે શિયાળુ પાકને તે મોટાભાગે નુકસાન કરતો હોય છે.
 
જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત અને ભારતમાં આવતી શિયાળાની ઋતુ માટે ખૂબ જરૂરી છે. આ સિસ્ટમને કારણે ઉત્તર ભારતમાં બરફવર્ષા થાય છે, વરસાદ પડે છે અને તેના કારણે ઉત્તર તરફથી આવતા ઠંડા પવનો ગુજરાત, મહારાષ્ટ્ર સુધી તથા અન્ય વિસ્તારો સુધી ઠંડી લઈને આવે છે.


Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

મિત્રની સલાહ

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments