Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વિજય રૂપાણી સળંગ ચાર વર્ષ પૂર્ણ કરનારા ગુજરાતના પાંચમાં મુખ્યમંત્રી બન્યાં

વિજય રૂપાણી સળંગ ચાર વર્ષ પૂર્ણ કરનારા ગુજરાતના પાંચમાં મુખ્યમંત્રી બન્યાં
, શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (14:40 IST)
વિજય રૂપાણી ૭ ઓગસ્ટના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર વર્ષ પૂરા કરશે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ચાર વર્ષ પૂરા કરનારા તેઓ પાંચમાં મુખ્યમંત્રી બની જશે. ૧ મે ૧૯૬૦થી અત્યારસુધી ગુજરાત કુલ ૧૬ મુખ્યમંત્રી જોઇ ચૂક્યું છે. આ ૧૬માંથી ચાર જ મુખ્યમંત્રી એવા છે જેઓ પોતાના કાર્યકાળના સતત ચાર વર્ષ પૂરા કરી શક્યા છે. જેમાં હિતેન્દ્ર દેસાઇ ૩ એપ્રિલ ૧૯૬૭થી ૧૨ મે ૧૯૭૧ (૪ વર્ષ ૧ મહિના ૯ દિવસ), માધવસિંહ સોલંકી  ૭ જૂન ૧૯૮૦થી ૧૦ માર્ચ ૧૯૮૫ ( ૪ વર્ષ ૯ મહિના ૩ દિવસ), અમરસિંહ ચૌધરી ૬ જુલાઇ ૧૯૮૫થી  ૯ ડિસેમ્બર ૧૯૮૯ (૪ વર્ષ ૫ મહિના ૩ દિવસ), નરેન્દ્ર મોદી ૨૨ ડિસેમ્બર ૨૦૦૨થી ૨૨ મે ૨૦૧૪ (૧૧ વર્ષ ૫ મહિના) જ મુખ્યમંત્રીઓ છે જેમણે પોતાના કાર્યકાળના સતત ચાર વર્ષ પૂરા કર્યા છે. આનંદીબહેન પટેલે ૨૨ મે ૨૦૧૪થી ૭ ઓગસ્ટ ૨૦૧૬ એમ કુલ ૨ વર્ષ ૭૭ દિવસ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો. તેમના સ્થાને ૭ ઓગસ્ટથી ૨૦૧૬થી વિજય રૃપાણી મુખ્યમંત્રી તરીકેની જવાબદારી અદા કરી રહ્યા છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગેરકાયદે બંધાયેલી શ્રેય હોસ્પિટલે ઇમ્પેક્ટ-ફીનો લાભ લઈ લીધો હતો