દેશમાં બનાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રેલવે એન્જિન વેગ-૧૨ ને પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં લાવવામાં આવ્યું છે. લોકો પાયલટને ટ્રેનિંગ આપવાના અને ભવિષ્યમાં અમદાવાદ વિભાગમાં સંચાલનમાં લેવાના ઉદ્દેશ સાથે આ એન્જિન લવાયું છે. ૧૨ હજાર હોર્સ પાવરનું આ એન્જિન ૬ હજાર ટનની ક્ષમતાવાળી માલગાડીને ૧૨૦ કિ.મી.ની સ્પીડે પણ ચલાવી શકાશે. આ લોકોની લંબાઇ ૩૫ મીટર છે. આમા એક હજાર લીટર હાઇ કંપ્રેસરના કેપેસિટીના બે ટેંક છે. આ રેલ એન્જિનના આવવાથી હવેથી ઘાટ સેક્શનમાં બે રેલવે એન્જિન લગાવવામાંથી મુક્ત મળશે . આવુ શક્તિશાળી એન્જિન બનાવનારો ભારત દેશ વિશ્વમાં છઠ્ઠો છે. તેમ વીજળી એન્જિનિયર એ.સુંદરેશને જણાવ્યું હતું. અમદાવાદ વિભાગમાં આ રેલવે એન્જિન ૩ દિવસ રાખવામાં આવશે. જેમાં ૧૦૦ જેટલા લોકોપાયલટ અને સહાયક લોકો પાયલટને ટ્રેનિંગ અપાશે. હાલમાં આ રેલ એન્જિન ગેરતપુર-સુરેન્દ્રનગર તથા અમદાવાદ-ગાંધીધામ વિભાગમાં દોડાવાશે. મંજૂરી મળ્યા બાદ અમદાવાદ-પાલનપુર અને અમદાવાદ-ગાંધીધામ રૂટ પર તેને દોડાવાશે.