Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગાંધીનગર ખાતે ત્રણ દિવસીય વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ - ૨૦૧૮ નો આજથી પ્રારંભ

ગાંધીનગર ખાતે ત્રણ દિવસીય વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ - ૨૦૧૮ નો આજથી પ્રારંભ
, શુક્રવાર, 12 ઑક્ટોબર 2018 (10:33 IST)
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે તા. ૧૧ ઓક્ટોબરથી તા. ઓક્ટોબર ૨૦૧૮ એમ ત્રણ દિવસ ચાલનાર વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટનો આજથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો છે. રાજ્યની આ મહત્ત્વાકાંક્ષી સમિટનું આયોજન રાજ્ય સરકારના ઈન્ડેક્ષ્ટ-બી, જીઆઈડીસી અને ગેસિયા આઈટીના સંયુક્ત ઉપક્રમે આ ત્રણ દિવસીય ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી વર્ષના જાન્યુઆરીમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- ૨૦૧૯ની પૂર્વતૈયારીના એક ભાગ રૂપે આ આ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
 
સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સમિટમાં ઉપસ્થિત નાસકોમના પ્રેસિડેન્ટ દેબજાની ઘોષે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ઉદ્યોગસાહસિકતા એ ગુજરાતીઓના DNA માં છે, અને આ એક એવું પ્લેટફોર્મ છે જેમાં અમે અપેક્ષા રાખીએ છીએ કે ઉદ્યોગસાહસિકો દુનિયાને બતાવે કે બિઝનેસ કેવી રીતે કરવો.  આઈટી ફિલ્ડમાં શ્રેષ્ઠતમ પ્રદાન કરવાની ક્ષમતા ગુજરાત પાસે છે. ભારત માટે એક હબ બનવા માટે અહીંના ઉદ્યોગકારોએ માત્ર પહેલ કરવાની અને આગેવાની લેવાની જ જરૂર છે.
સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટના મુખ્ય મહેમાન અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતુ કે ગુજરાત નાસકોમના પ્રેસિડેન્ટની ચેલેન્જને હકારાત્મક દૃષ્ટિકોણથી સ્વીકારે કરે છે. આ સમિટમાં મોટી સંખ્યામાં ઉદ્યોગસાહસિકોની હાજરી એ વાતનો પુરાવો છે કે તેઓ ઈનોવેશન અને ટેકનોલોજીની આ દુનિયામાં ધમાકેદાર પ્રવેશ કરવા માટે પૂરતી રીતે સજ્જ છે. વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ એ સરકારની એક મહત્ત્વની પહેલ છે જે અગ્રણી ઉદ્યોગજૂથો સાથે વન – ટુ – વન મળવા અને તેમની સાથે વાર્તાલાપ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. સરકારે પણ હવે આઈટી સેક્ટરને ઈન્ડસ્ટ્રીનો દરજ્જો આપ્યો છે અને વિવિધ યોજનાઓ મારફતે સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને સહયોગ પૂરો પાડે છે અને આ માટે નજીકના ભવિષ્યમાં અમે હજું ઘણું બધું કરવાના છીએ.
આ પ્રસંગે બોલતા રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘે જણાવ્યું હતું કે ભારતમાં ૮૦%  સ્ટાર્ટઅપ પ્રથમ શ્રેણીના શહેરોમાં શરૂ થયા છે પણ આગામી સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સ હવે અમદાવાદ સહિતના બીજી શ્રેણીના શહેરોમાં શરૂ થવાના છે. ત્રણ કરોડના ચેલેન્જ એવોર્ડ્સ માટે અમને લગભગ ૧૨૦૦ જેટલી અરજીઓ મળી છે જેમાંથી ૨/૩ અરજીઓ એકલા ગુજરાતમાંથી આવી છે જે ખૂબ જ મહત્ત્વની બાબત છે.
ત્રણ દિવસીય સમિટનો પ્રારંભ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે કરાવ્યો હતો. સમિટના બીજા દિવસે આઈસીટી અને નવીનીકરણના ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર વિવિધ કેટેગરીના ૨૧ ઔદ્યોગિક સાહસોને એવોર્ડ્સનું વિતરણ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તમિલનાડુ ત્રિચીમાં દિવાલ સાથે અથડાયુ એયરઈડિયાનુ વિમાન, બધા 136 મુસાફરો સુરક્ષિત