Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Uttarakhand bus accident- ગુજરાતી યાત્રાળુઓની બસને અકસ્માત નડ્યો

Uttarakhand bus accident- ગુજરાતી યાત્રાળુઓની બસને અકસ્માત નડ્યો
, સોમવાર, 21 ઑગસ્ટ 2023 (08:00 IST)
ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર યાત્રિકોની બસ ખીણમાં ખાબકતા સાત યાત્રિકોના મોત નિપજ્યા છે જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉત્તરાખંડમાં સર્જાયેલ બસ દુર્ઘટનામાં ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારનાં ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ઈમરજન્સી  હેલ્પલાઈન ફોન નંબર 079 23251900  જાહેર કરવામાં આવ્યો છે. આ  ફોન નંબર પર સીધા સંપર્ક કરી શકશો. તેમ રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું.

અકસ્માતનો ભોગ બનેલા યાત્રિકોમાં ભાવનગરથી ગયેલા યાત્રિકો હોવાની સંભાવના છે. 15મી ઓગસ્ટે ભાવનગરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 31 લોકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. આજે જે બસને અકસ્માત નડ્યો છે તે બસમાં આ યાત્રિકોમાંથી પણ કેટલાક યાત્રિકો સવાર હોવાની શક્યતા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs IRE 2nd T20: ટીમ ઈન્ડીયાએ આયરલેન્ડને ૩૩ રને હરાવીને સિરીઝ પોતાને નામ કરી