યુનિવર્સિટીમાં શરૂ થયેલી ઓનલાઇન પરીક્ષાના પ્રથમ દિવસે 63 લોકો સંદિગ્ધ રૂપથી ચોરી કરતા પકડાયા છે. કાનમાં હેડફોન લગાવીને ચોરી કરવાની શંકાના આધારે ગરબડીની સૂચના મળી હતી. યુનિવર્સિટીની યૂજી અને પીજીની ઓનલાઇન પરીક્ષા શનિવારથી શરૂ થઇ ગઇ છે. પહેલાં દિવસે સરેરાશ 87.5 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાયા હતા. પરીક્ષા નિર્દેશક અરવિંદ ધકુકે કહ્યું કે પરીક્ષા ઓનલાઇન કરાવવાનો નિર્ણય કોરોનાના કારણે લેવામાં આવ્યો છે.
અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના 40 કોર્સની પરીક્ષા શનિવારથી શરૂ થઇ છે. પહેલાં દિવસે 10,062 માંથી 8,639 વિદ્યાર્થી પહેલા સત્રમાં પરીક્ષ આપી. જ્યારે 5890 માંથી 5228 વિદ્યાર્થી બીજા સત્રમાં જોડાયા હતા. આ પ્રકારે પહેલાં ભાગમાં 86% અને બીજા ભાગમાં 89% હાજરી નોંધાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 1,423 અને બીજા તબક્કામાં પહેલાં દિવસે 662 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
આ દરમિયાન કોસંબાના યોગેશ્નરના રહેવાસી પાયલ ટંડેલ વલસાડની જેપી શ્રોફ કોલેજમાં એમએ પહેલા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. પાયલ સમય પહેલાં ઓનલાઇન પરીક્ષા આપ્યા બાદ લગ્નના મંડપમાં પહોંચી હતી. વિદ્યાર્થીએ કહ્યું કે લગ્નની વિધિનો જે સમય હતો તે જ પરીક્ષાનો સમય હતો.