Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગૌરીવ્રત પર અનોખી ઓફર: વડોદરાની જ્યોતિ ફ્રી હેરકટ અને મહેંદી મૂકી કુંવારીકાઓ ચહેરા ફેલાવશે ખુશીની જ્યોત

ગૌરીવ્રત પર અનોખી ઓફર: વડોદરાની જ્યોતિ ફ્રી હેરકટ અને મહેંદી મૂકી કુંવારીકાઓ ચહેરા ફેલાવશે ખુશીની જ્યોત
, મંગળવાર, 20 જુલાઈ 2021 (12:29 IST)
કોરોનાની મહામારીમાં અનેક વ્યવસાયો પડી ભાંગ્યા છે કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યા છે. તેવામાં જનજીવનની ગાડી ધીરેધીરે પાટા પર આવી રહી છે. તેવામાં વ્યવસાય ધારકો ફરી એક વાર ઉભા થવાના પ્રયાસ કરી રહ્યા છે.
 
ખાસ કરીને વાત કરવામાં આવેતો કોરોના ના કારણે અનેક માતા પિતાએ રોજગારી ગુમાવી છે. તહેવારો પણ આવી રહ્યા છે ત્યારે ઘરમાં નાના બાળકોને તહેવારની ઉજવણીમાં આર્થીક તંગી વિશે કઈ રીતે સમજાવવાએ વિકટ પ્રશ્ન વાલીઓને સતાવી રહ્યો છે.
 
આજથી કુંવારી દીકરીઓનું વ્રત એટલે કે ગૌરી વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે માતા પિતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના ભાયલી ખાતે રહેતા તેમજ ક્રેઝી કટઝ (crazy cutz) સલૂનના સંચાલિકા જ્યોતિ દીક્ષિત દ્વારા કુવારીકાઓ (નાની દીકરીઓ) ને પાંચ દિવસ માટે મફતમાં મહેંદી મૂકી આપવી તેમજ મફતમાં હેર કટ કરી આપવાનું અનોખું બીડું ઉપાડવામાં આવ્યું છે.
 
આપણે ભૂતકાળમાં કોરોના કાળમાં સેવા કાર્ય કરતા અનેક લોકો તેમજ સંસ્થાઓને નિસ્વાર્થ ભાવે પોતાનું બનતું યોગદાન આપતા જોયા છે. કોરોના મહામારીની ગતિ હાલ ધીમી પડી છે તેવામાં પોતાની આર્થિક સ્થિતિ ને જોતા તહેવારોની ઉજવણી કેવી રીતે કરવી તેને લઈને નાગરિકો મુંજવણમાં છે. ત્યારે જ્યોતિ દીક્ષિત દ્વારા કરવામાં આવતા આ ઉમદા કામ ની સૌ કોઈ સરાહના કરી રહ્યા છે. જેમાં આજથી આવનાર પાંચ દિવસ સુધી દીકરીઓને મહેંદી તેમજ હેર કટ મફતમાં કરી આપવામાં આવનાર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તાલિબાનનો આતંક - કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનની પાસે છોડેલા રોકેટ, બકરીદની નમાજના સમયે થયો હુમલો