અફગાનિસ્તાનથી અમેરિકી સેના પરત આવ્યા પછીથી તાલિબાનનો આતંક વધતો જ જઈ રહ્યો છે. અફગાનિસ્તાનની રાજઘાની કાબુલ એકવાર ફરી બ્લાસ્ટની ગૂંજથી મહેકી ઉઠી છે. મંગળવારે સવારે કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન પર થયેલા રોકેટ હુમલાએ સૌના જીવ અધ્ધર કરી દીધા. આ હુમલો એ સમયે થયો, જ્યારે રાષ્ટ્રપતિ અશરફ ગની બકરીદની નમાજમાં ભાગ લઈ રહ્યા હતા.
અફગાનિસ્તાની મીડિયા રિપોર્ટના મુજબ, સ્થાનીક સમયનાસુસાર આ હુમલો સવારે 8 વાગેના નિકટ થયો. જે સ્થાન પર થયો, તે રાષ્ટ્રપતિ ભવનથી ખૂબ જ નિકટ છે. આ હુમલાને લઈને માનવમાં આવી રહ્યુ છે કે હુમલાના નિશાન અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની બની શકતા હતા.
પ્રારંભિક મીડિયા રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ ભવન અને ગ્રીન ઝોનની આસપાસના વિસ્તારમાં ત્રણ રોકેટ છોડવામાં આવ્યા. . મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન નજીક ઓછામાં ઓછા ત્રણ રોકેટ ચલાવવામાં આવ્યા હતા. ઈદની નમાઝ દરમિયાન રાષ્ટ્રપતિ ભવન પાસે કાબુલમાં બાગ-એ-અલી મર્દન, ચમન-એ-હોજોરી અને મનાબે બશારી વિસ્તારમાં રોકેટ ચલાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી અહી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.
ઝડપથી કબજો કરી રહ્યુ છે તાલિબાન
લ્લેખનીય છે કે લગભગ બે દસકા સુધી અફગાનિસ્તાનમાં રહ્યા પછી અમેરિકી સએના સ્વદેશ આવવા માંડી જે તઆલિબાનને ખતમ કરવા માટે અમેરિકાએ પશ્ચિમી દેશોની સાથે મળીને યુદ્ધ લડ્યુ, ત્યા ફરીથી અફગાનિસ્તાનના અનેક ભાગમાં પોતાનો કબજો જમાવવો શરૂ કરી ચુક્યો છે.