Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોચરબ આશ્રમથી દાંડી સાયકલ યાત્રાનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોચરબ આશ્રમથી દાંડી સાયકલ યાત્રાનો શુભારંભ કરાવ્યો
, શનિવાર, 12 માર્ચ 2022 (09:57 IST)
ઉત્તરપ્રદેશ સહિતના ચાર રાજ્યોમાં પ્રચંડ જીતનો જશ્ન વડાપ્રધાન મોદીએ ગઈકાલે અમદાવાદમાં મનાવ્યો હતો. તેમણે કમલમમાં ભાજપના કાર્યકરોને આગામી ચૂંટણી માટે માર્ગદર્શન આપ્યું હતું. બીજી તરફ અમદાવાદમાં આરએસએસની શિબિર ચાલી રહી છે. જેમાં સર સંઘ સંચાલક મોહન ભાગવત પણ હાજર છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવ્યાં છે. તેમણે ગઈ કાલે ગાંધીનગરમાં સોમનાથ ટ્રસ્ટની મીટિંગમાં ભાગ લીધો હતો. હવે આજે તેમણે અમદાવાદના કોચરબ આશ્રમમાં દાંડી કૂચની 92મી વર્ષગાંઠ પર દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત આ સાયકલ યાત્રા અમદાવાદથી દાંડી સુધી જશે. આ યાત્રા ગ્રામ સ્વરાજ અને આત્મનિર્ભર ભારતની સંકલ્પનાનો પ્રચાર કરીને તેને બળ આપવાનું કામ કરશે.
 
તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી જે શિક્ષણનીતિ લાવ્યાં છે તેમાં ગાંધીજીના વિચારોને સમાવી લેવાયાં છે. દાંડી યાત્રા એ માત્ર જનજાગૃતિનો કાર્યક્રમ નહોતો. અંગ્રેજોની હિંમત નહોતી કે ગાંધીજીને દાંડીયાત્રામાંથી પકડીને લઈ જાય.કોચરબ આશ્રમે જ મોહનદાસને મહાત્મા બનાવ્યાં.દેશ શરૂઆતથી જ ગાંધીજીના વિચારો પર ચાલ્યો હોત તો આજે અનેક સમસ્યાઓ ના હોત. ગાંધીજીની દાંડીયાત્રાથી સમગ્ર દેશમાં ચેતના જાગી હતી. દાંડી યાત્રાથી ગાંધીજીએ લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. દાંડી યાત્રા નીકળી ત્યારે સંપર્કના સાધનો નહોતા. સત્યની તાકાતના કારણે દરેક શબ્દ દેશભરમા પહોંચતો હતો. 
 
શું અમિત શાહ સંઘની બેઠકમાં ભાગ લેશે?
અમદાવાદ પાસે આવેલા પીરાણા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહત્વની બેઠક ચાલી રહી છે. જેમાં અખિલ ભારતીય પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર છે. તેમાં બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદ-ગાંધીનગર શહેરમાં છે. ત્યારે સંઘની બેઠક સ્થળની નજીક જ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. જેને લઇને તર્ક-વિતર્ક સર્જ્યા છે કે, શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંઘની બેઠકમાં ભાગ લેવા આવશે કે કેમ? દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદના પ્રવાસે છે, ત્યારે તેઓ પણ અહીં આવે એ શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી દોડાવવામાં આવશે આ હોળી સ્પેશિયલ ટ્રેન