કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં વિકાસના અનેક કાર્યોનું લોકાર્પણ કરશે. આજે બપોરે પોણા ચાર વાગ્યે અમિત શાહ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે માટી કામ સાથે સંકળાયેલા હિલા સ્વ સહાય જૂથના આર્થિક ઉત્થાન માટેના ટી સ્ટોલનુ લોકાર્પણ કરશે. બાદમાં કલોલના સઇજ સ્વામિનારાયણ મંદિરમાં તૈયાર કરાયેલ ઓક્સિજન પ્લાન્ટ અને સ્કૂલના નવા મકાનનું લોકાર્પણ કરશે. જે બાદ સાડા ચાર વાગ્યે કલોલના પાનસર ગામના તળાવનું ખાતમુહર્ત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. જે બાદ સાંજે છ વાગ્યે માણસા સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયેલ ઓકસિજન પ્લાન્ટની મુલાકાત લેશે. તો રાત્રે 8 વાગ્યે માણસા ખાતે કુળદેવીના દર્શન અને પૂજા અર્ચના કરશે.
શાહ શુક્રવારે બપોરે ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત લેશે, અને સ્ટેશન પરિસરમાં આવેલી ચાની દુકાનોમાં મહિલા સ્વનિર્ભર જૂથો દ્વારા બનાવેલા માટીના વાસણો વિતરણના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) નું ઉદ્ઘાટન કરશે. તેમજ ગાંધીનગરના લોકસભા સાંસદ પણ ત્યાં એક જાહેર સભાને સંબોધશે.