Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ હમસફર, અમદાવાદ-કોલકાતા અને ભાવનગર-ઉધમપુર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો ફરી પુન:શરૂ

Webdunia
શુક્રવાર, 9 જુલાઈ 2021 (09:23 IST)
રેલ પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ચેન્નાઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી હમસફર સ્પેશિયલ અને અમદાવાદ-કોલકાતા સ્પેશિયલ ટ્રેનો ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: -
 
1.    ટ્રેન નંબર 09220/09219 અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ હમસફર સ્પેશિયલ
ટ્રેન નંબર 09220 અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ હમફસફર સ્પેશિયલ તારીખ 12 જુલાઇ 2021 થી આગળની સૂચના સુધી અમદાવાદથી દર સોમવારે ઉપડશે તથા ટ્રેન નંબર 09219 ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ હમસફર સ્પેશિયલ તારીખ 14 જુલાઈ 2021 થી આગળની સૂચના સુધી ચેન્નાઈ સેન્ટ્રલથી દર બુધવારે ઉપડશે. આ ટ્રેનમાં તારીખ 12 જુલાઈ 2021 થી થર્ડ એસીનો વધારાનો કોચ ઉમેરવામાં આવશે.
 
2.    ટ્રેન નંબર 09413/09414 અમદાવાદ-કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09413 અમદાવાદ - કોલકાતા સ્પેશિયલ 14 જુલાઈ 2021 થી આગળની સૂચના સુધી અમદાવાદથી દર બુધવારે 21:05 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 15:15 કલાકે કોલકાતા પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 09414 કોલકાતા-અમદાવાદ સ્પેશિયલ 17 જુલાઈ 2021 થી આગળની સૂચના સુધી કોલકાતાથી દર શનિવારે 13:10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 07:15 કલાકે અમદાવાદ પહોંચશે.
 
આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, સૌગોર, દમોહ, કટની મુરવાડા, સિંગરૌલી, ચૌપન, નગર ઉંતારી, ગરવા રોડ, ડાલ્ટોગંજ બરકાકાના, બોકારો થર્મલ, ફુસરો, ચંદ્રપુરા, ધનબાદ, આસનસોલ અને દુર્ગાપુર સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સિટિંગના આરક્ષિત કોચ રહેશે.
 
3.    ટ્રેન નંબર 09207/09208 ભાવનગર-ઉધમપુર-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09207 ભાવનગર - ઉધમપુર સાપ્તાહિક સ્પેશિયલ 18 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી રવિવારે સવારે 04:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15:15 કલાકે ઉધમપુર પહોંચશે. તેવી જ રીતે, વાપસીમાં ટ્રેન નંબર 09208 ઉધમપુર - ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ 19 જુલાઈ, 2021 થી આગળની સૂચના સુધી ઉધમપુરથી સોમવારે રાત્રે 22:05 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 09:25 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
 
આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં સિહોર, ધોલા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ જં., આંબલી રોડ, ગાંધીનગર કેપિટલ, મહેસાણા જં., પાલનપુર જં., આબુ રોડ, જોધપુર જં., ફલોદી જં., કોલાયત, લાલગઢ જં., મહાજન, સુરતગઢ જં., પીલીબંગા, હનુમાનગઢ જં., મંડી ડબવાલી, ભટિન્ડા જં., ફરીદકોટ, ફિરોઝપુર કોટ, જલંધર શહેર જં., પાઠાનકોટ અને જમ્મુતવી સ્ટેશનો પર રોકાશે.
 
આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સિટિંગના આરક્ષિત કોચ રહેશે.
ટ્રેન નંબર 09220 અને 09207 નું બુકિંગ 12 જુલાઈ 2021 થી અને ટ્રેન નંબર 09413 નું બુકિંગ 11 જુલાઈ, 2021 નિયુક્ત યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી વેબસાઇટ પરથી શરૂ થશે.
 
મુસાફરો ઉપરોક્ત સ્પેશિયલ ટ્રેનોના ઑપરેટિંગ સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિસ્તૃત માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે. ભાવનગર રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમ્યાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video : એંજિન અને કોચની વચ્ચે દબાયો રેલ કર્મચારી, વીડિયો જોઈને કાંપે જશો

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મુંબઈની શુ કેન્દ્ર દ્વારા થઈ રહી છે ઉપેક્ષા, ચૂંટણીમાં જનતાની શું છે અપેક્ષાઓ?

રિટાયરમેંટ વખતે બે કરોડ રૂપિયાની મૂડી કઈ રીતે મેળવી શકો?

200 રૂપિયા આપીને SDM પ્રાઈવેટ પાર્ટની કરાવતો હતો મસાજ

કારમાં મળી 27 વર્ષીય યુવતીની લાશ, ઓનર કિલિંગનો મામલો હોવાની શંકા

આગળનો લેખ
Show comments