Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હવે ઇ-ગ્રામના વધુ ૨૫૦ કેન્દ્રો પર UIDAI ની આ સેવાઓ થશે ઉપલબ્ધ

હવે ઇ-ગ્રામના વધુ ૨૫૦ કેન્દ્રો પર UIDAI ની આ સેવાઓ થશે ઉપલબ્ધ
, સોમવાર, 5 જુલાઈ 2021 (20:48 IST)
ઇ-ગ્રામ કેન્દ્રો પર ડિજિટલ સેવા સેતુની 55 ઓનલાઇન સેવાઓ જે ૫૦૦૦ થી વધુ ગામોમાં શરૂ કરવામાં આવેલ તેને જુલાઇ-૨૦૨૧ થી ગુજરાતના તમામ ઇગ્રામ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય ACS મિત્રા દ્વારા લેવામાં આવ્યો છે.
 
હાલમાં 33 ઇગ્રામ કેન્દ્રો યુઆઈડીએઆઇ હેઠળ નોંધણી અને અપડેટની સેવાઓ કાર્યરત છે તથા 152 ઇગ્રામ કેન્દ્રો પર ફક્ત આધાર અપડેટ કરવાની પ્રવૃત્તિ ચાલુ છે તેનો વિસ્તાર કરી .
 
ગ્રામ્ય વિસ્તારના ૨૫૦ થી વધુ ઇ-ગ્રામ કેન્દ્રો  પર UIDAI ની સેવાઓ પુરી પાડી શકાય તે માટે વિપુલ મિત્રા દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. આ માટે UIDAI દ્વારા નિયત કરેલ સ્પેશીફીકેશન મુજબના ફિંગર પ્રિન્ટ સ્કેનર, આઇરિસ સ્કેન ડિવાઇસ, વેબ કેમેરા, કમ્પ્યુટર, પ્રિન્ટર અને પેજ સ્કેનર તથા ઇસીએમપી સોફટવેર મદદથી આધાર નોંધણી અને અપડેશન સેવાઓ ૨૫૦ થી વધુ કેન્દ્રો પર શરૂ કરવા જરૂરી હાર્ડવેર GeM પોર્ટલ પરથી મેળવવામાં આવશે. 
 
ACS મિત્રા ના જણાવ્યા મુજબ મહત્વપૂર્ણ સેવાને ઇ-ગ્રામ સ્તરે વધુ વિસ્તારી ગામડાઓમાં રહેતા સામાન્ય પ્રજાજનો ને આધાર સેવાઓ તથા ડીઝીટલ સેવાસેતુની સેવાઓ વધુ ઇ-ગ્રામ સુવિધા કેન્દ્રો પરથી ઉપલબ્ધ થશે, સામાન્ય પ્રજાજનોને તાલુકા / જિલ્લા કચેરીઓ તથા તેના આધાર કેન્દ્રો સુધી આવન જાવન માંથી મુક્તિ મળશે અને તેમના નાણાં અને સમયનો બચાવ થશે અને અગત્યની સેવાઓ તેમના રહેઠાણની નજીકમાં મળી શકશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાષ્ટ્ર વિધાનસભા: ભાજપના 12 ધારાસભ્યો 1 વર્ષ માટે સસ્પેન્ડ