Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે COWIN GLOBAL CONCLAVE ને સંબોધિત કરશે પીએમ મોદી, ગ્લોબલી લોંચ થશે COWIN એપ

COWIN GLOBAL CONCLAVE
નવી દિલ્હી. , સોમવાર, 5 જુલાઈ 2021 (12:27 IST)
પીએમ નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે  CoWIN ગ્લોબલ કોનક્લેવ (CoWin Global Conclave) ને સંબોધિત કરશે.  આ દરમિયાન ભારત  CoWIN પ્લેટફોર્મને વિશ્વ સમે એક ડિઝિટલ પબ્લિક ગુડના રૂપમાં રજુ કરશે., જેનાથી અન્ય દેશ પોતાના ત્ય કોરોના વેક્સીનેશન અભિયાન (Covid-19 Vaccination Drive) ને વધુ સારી રીતે ચલાવી શકશે. 
 
નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) ના CEO ડો.આર.એસ. શર્માએ તાજેતરમાં માહિતી આપી હતી કે કેનેડા, મેક્સિકો, નાઇજીરીયા, પનામાસ યુગાન્ડા સહિત લગભગ 50 દેશોએ  CoWIN પ્લેટફોર્મના ઉપયોગને લાગુ કરવામાં રસ દાખવ્યો છે. તેમણે કહ્યું કે ભારત આ ઓપન સોર્સ સોફ્ટવેયરને મફતમાં શેર કરવા માટે તૈયાર છે. NHA તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યુ કે અમને એ બતાવતા પ્રસન્નતા થાય છે કે  CoWIN ગ્લોબલ કૉન્ક્લેવમાં પીએમ મોદી પોતાના વિચાર રજુ કરશે. ભારત આ દરમિયના કોરોના સામે જંગ માટે વિશ્વ સમક્ષ CoWIN ને ડિઝિટ ગુડના રૂપમાં રજુ કરશે. 
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધન આ વર્ચ્યુઅલ કોન્ક્લેવનું લોકાર્પણ કરશે. વિદેશ સચિવ એચ.વી.શ્રૃગલા, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ પણ આ કાર્યક્રમને સંબોધન કરે તેવી સંભાવના છે. આ વર્ચ્યુઅલ મીટિંગમાં વિશ્વના ઘણા દેશોના આરોગ્ય અને ટેકનોલોજી નિષ્ણાંતો ભાગ લેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ચોમાસુ લંબાતા ખેડૂતોની ચિંતા વધી