Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Hospital Strike હોસ્પિટલોમાં સારવાર નહીં મળે

Hospital Strike  હોસ્પિટલોમાં સારવાર નહીં મળે
, સોમવાર, 4 એપ્રિલ 2022 (14:36 IST)
આવતીકાલથી રાજ્યમાં 10 હજાર જેટલા તબીબ હડતાળ પર જશે. જેમાં રાજ્યની સરકારી હોસ્પિટલમાં તમામ સેવાઓ ખોરવાશે. તથા ઓપીડી, ઈમરજન્સી સહિતની તમામ સેવાઓ બંધ રહેશે. તેમજ અલગ-અલગ માંગને લઈને તબીબ હડતાળ પર જશે. તથા એક જ મુદ્દાને લઈને ત્રીજી વાર હડતાળ પર જશે. જેમાં ગુજરાત ગર્વમેન્ટ ડૉકટર ફોરમ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે.
 
ઉલ્લેખનિય છે કે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં તમામ સેવાઓ ખોરવાશે. જેમાં રાજ્યમાં એક સાથે 10 હજાર કરતાં વધારે ડોકટરો હડતાળ પર જશે.

છેલ્લાં 3 વર્ષથી ડોક્ટરોના ગ્રેડ પેમાં સુધારો, ક્ષેત્રીય ફેરણી ભથ્થાની માગણી, કોરોના વોરિયર્સ તરીકે ગણતરી કરી ભથ્થા તથા જૂની પેન્શન યોજના લાગુ કરવી અને પ્રમોશન સહિતની માગણીઓ કરી રહ્યા છે. ગુજરાતના 10 હજારથી વધારે સરકારી ડોક્ટરો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા છે. ડોક્ટરો પોતાની માગણીઓ ઉકેલવાની માગ સાથે તેઓ આજે ફરજથી અળગા રહીને દિવસભર શાંતિપૂર્વક વિરોધ નોંધાવશે. બીજી તરફ આરોગ્યકર્મચારીઓની માગણીઓ કરી છે કે નર્સ, એફએચડબ્યુ, લેબ-ટેક્નિશિયન, સ્ટાફ નર્સ જેવા અલગ અલગ 7 વર્ગના કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે આવ્યા છે. અગાઉ ત્રણ ત્રણ વખત રજૂઆત કરવા છતાં માગણીઓ સંતોષવામાં આવી નથી. ગ્રેડ પે વધારવો 1900ના જૂના ગ્રેડ પેને 2800 કરવો, જૂની પેન્શન યોજના લાગુ કરવી, પ્રમોશનો સહિતની માગણીઓનો આજદિન સુધી નિવેડો સરકાર દ્વારા લાવવામાં આવ્યો નથી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાસણ ધોવાવાળો સ્પંજ શા માટે ખાઈ રહ્યા છે અહીંના લોકો જાણો આખરે શું છે પાછળનો સત્ય