Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદના નિર્ણયનગર ગરનાળા પાસે ફર્નિચરના વેચાણ કરતા ઝૂંપડાઓમાં મોડી રાતે ભીષણ આગ લાગી, 7 ઝૂંપડાઓ સહિત લાખોનું ફર્નિચર બળીને ખાક

અમદાવાદના નિર્ણયનગર ગરનાળા પાસે ફર્નિચરના વેચાણ કરતા ઝૂંપડાઓમાં મોડી રાતે ભીષણ આગ લાગી, 7 ઝૂંપડાઓ સહિત લાખોનું ફર્નિચર બળીને ખાક
, સોમવાર, 4 એપ્રિલ 2022 (09:56 IST)
ફાયરબ્રિગેડને આગ બુઝાવતા ઝૂંપડામાંથી રૂ. દોઢ લાખ રોકડા મળ્યા જે પોલીસની હાજરીમાં માલિકને પરત કર્યા 
 
15થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી
 
અમદાવાદ
 
અમદાવાદના નિર્ણયનગર- ચાંદલોડિયા રોડ પર ઉમિયા હોલ ત્રણ રસ્તા પાસે મોડી રાતે લાકડાના દરવાજા-બારીઓ સહિતના ફર્નિચર વેચાણના ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગી હતી. અંદાજે 14 જેટલા આવા અલગ અલગ ફર્નિચર વેચાણના ઝૂંપડાઓમાંથી 7 જેટલા ઝૂંપડાઓમાં આગ ફેલાઇ હતી. એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. એક કલાકમાં ફાયરબ્રિગેડે આગને કાબુમાં લઈ લીધી હતી. 15થી વધુ લોકો ત્યાં ઝૂંપડાઓમાં જ રહી અને ફર્નિચરનું વેચાણ કરતાં હતાં. જેઓ સહીસલામત બહાર નીકળી ગયા હતા.
 
અમદાવાદ ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમને મોડી રાતે 3 વાગ્યે કોલ મળ્યો હતો કે ઘાટલોડીયા ઉમિયા હોલની સામે લાકડાના વસ્તુઓનું વેચાણ કરતા ઝૂંપડાઓમાં આગ લાગી છે જેથી તાત્કાલિક ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા, એડિશનલ ચીફ ફાયર ઓફિસર સહિત 1 ફાયર ફાઇટર, 1 મીની ફાઈટર, 3 ફાયર ટેન્કર, 7 ગજરાજ , 1 એબ્યુલન્સ , 2 બોલેરો વિથ ƿƿṿ, 4 કમાન્ડ કંટ્રોલ વેહિકલ, 38 ફાયરમેન, 1 સબ ફાયર ઓફિસર, 2 સ્ટેશન ઓફિસર લ, 2 ડીવીઝનલ ઓફિસરનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. 4 વોટર જેટ અને વોટર મિષ્ટ 2 અલગ અલગ જગ્યા પરથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. 
 
મોડી રાતે અંધારું અને લાઈટ ન હોવાથી ફાયરબ્રિગેડે ટાવર ઉપયોગ કરીને તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. કુલિંગ માટે JCB નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઝૂંપડાઓમાં લોકો પણ રહેતા હતા. જેથી મેડિકલ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી. આગ લાગવાનુ કારણ પ્રાથમિક કારણ જાણવા મળ્યું હતું કે લાકડાના દરવાજા બારીઓ અને ફર્નિચર વેચાણ માટે ઝૂંપડાઓ બનાવીને સામાન વેંચતા હતા અને રાત્રી દરમ્યાન LPG ગેસ લીકના સંપર્કમાં આવાથી આગ લાગી હતી. ફાયરબ્રિગેડને આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન મેલાભાઈ દંતાણીના ઝૂંપડામાંથી રૂ. દોઢ લાખ રોકડા મળ્યા હતા જે પોલીસની હાજરીમાં તેઓને પરત કર્યા હતા. પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં હિટવેવ: માર્ચે 122 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ગરમીનો પારો 45 ડીગ્રીને પાર થશે તેવી સંભાવના