Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોલેજોમાં UG પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા 21 જૂન બાદ શરૂ થશે

Webdunia
સોમવાર, 14 જૂન 2021 (09:17 IST)
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ, બીએ, બીબીએ, બીસીએ અને બીએસસી સહિત અંડર ગ્રેજ્યુએટ કોર્સ પહેલાં વર્ષની પ્રવેશ પ્રક્રિયા 21 જૂન બાદ શરૂ થશે. આ વર્ષે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ અનુક્રમાંક લખતાં જ 12માના માર્ક્સ આપમેળે આવી જશે એવી વ્યવસ્થા કરવામાં આવશે. યૂનિવર્સિટીએ જણાવ્યું કે શિક્ષણ બોર્ડને પત્ર લખીને 12મા ધોરણમાં પાસ થનાર વિદ્યાર્થીઓનો ડેટા મંગાવ્યો છે. 
 
ડેટા આવ્યા બાદ તેને ઓનલાઇન એડમિશન સિસ્ટમમાં એડ કરવામાં આવશે. આ વર્ષે 12મા બોર્ડની પરીક્ષા લેવામાં આવી નથી. ગત નવેમ્બરના નાધારે વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર થશે. માર્કશીટ પર નોંધાયેલ રોલ નંબર પ્રવેશ ફોર્મ પર લખતાં જ માર્ક્સ આવી જશે. ઓબીસી, એસસી, એસટીના પ્રમાણપત્રની પીડીએફ બનાવીને વિદ્યાર્થીઓ અપલોડ કરી શકશે. ફોર્મ ભર્યાની જાણકારી વેબસાઇટ પર મળશે. 
 
પ્રવેશ કમિટીમાં ડો. ભાવિન નાયક, ડો. વિજ્ય જોશી, ડો. સ્નેહલ જોશી, ડો. હેમાલી દેસાઇ, ડો. અજય પટેલ, ડો. અપૂર્વ દેસાઇ. ડો. રાજેશ દેસાઇ. ડો. અશ્વિન પટેલ. ડો. મુકેશ મહિડા, ડો. કશ્યમ ખરચિયા. ડો. જયરામ ગામિત તથા કિરણ ઘોઘારી સામેલ કરવામાં આવ્યા છે. 
 
કુલપટિ ડો. કેએન ચાવડા અને રજિસ્ટ્રાર ડો. જયદીપ ચૌધરી આજે એડમિશન પર માર્ગદર્શન આપવાના છે. કુલપતિ યૂનિવર્સિટીના નવા અને જૂના કોર્સની જાણકારી આપવાની સાથે પ્રવેનના કયા નવા પુરાવાની જરૂર પડશે તેની વિસ્તૃત જાણકારી આપશે. આ ઉપરાંત ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા સમજાવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી

Child story - ચાર મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments