દેશના ખેડૂતોની આવક વધારવા અને તેમની આર્થિક મદદ માટે સરકારની યોજનાઓ ચાલી રહી છે. આ ક્રમમાં સરકારે વધુ એક સકારાત્મક પગલું ભર્યું છે. ખેડૂત માટે સરકારે ડિજિટલ પ્લેટફોર્મ 'કિસાન સારથી' ને લોન્ચ કરી છે. આ ડિજિટલ પ્લેટફોર્મ પર ખેડૂતોને પાક અને બાકી વસ્તુઓની જાણકારી આપવામાં આવશે. સાથે જ તેની મદદથી ખેડૂતોને પાક અને શાકભાજીઓને યોગ્ય રીતે વેચી પણ શકશે.
ભારતના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી, નરેન્દ્ર સિંહ તોમારએ 'કિસાન સારથી' લોન્ચ કર્યું. વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા લોકોને કિસાન સારથીની જાણકારી આપવામાં આવી છે. આઇસીએઆરના 93મા ફાઉન્ડેશન ડે પર કિસાન સારથીને લોન્ચ કરી સરકારે ખેડૂતોને જોરદાર ભેટ આપી છે.
આ સમય મોટાભાગના ખેડૂતો પરેશાન છે, એવા સમયમાં સરકારે ખેડૂત સારથીને લોન્ચ કરી છે. તેની મદદથી ખેડૂત સારો પાક, ઉપજની યોગ્ય રકમ અને ઘણી મૂળભૂત વસ્તુઓની જાણકારી પ્રાપ્ત કરી શકશે. ખેડૂત ડિજિટ્લા પ્લેટફોર્મના માધ્યમથી ખેડૂત પાક સાથે સંકળાયેલી કોઇપણ જાણકારીસેધા વૈજ્ઞાનિકો પાસેથી લઇ શકે છે. સાથે ખેતી માટે નવી રતી પણ જાણી શકો છો.
ખેડૂત કલ્યાણ મંત્રાલય, મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયને મજબૂત બનાવવા માટે અશ્વિની વૈષ્ણએ લોન્ચિંગના અવસર પર કહ્યું કે ઘણા મંત્રાલય મળીને ખેડૂતોની મદદ કરી રહ્યા છે. ખેડૂત સારથી પાસેથી મળેલી માહિતી અનુસાર ખેડૂત અને વેપારી સરળતાથી પાકની ખરીદી અને વેચાણ કરી શકશે. નરેન્દ્ર સિંહ તોમારે પણ કિસાન સારથીને ખેડૂતો માટે એક જરૂરી પ્લેટફોર્મ ગણાવ્યું.