સમગ્ર દેશમાં બકરી ઇદને તહેવારને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ દરમિયાન વિવિધ પ્રકારના બકરા માર્કેટમાં આવતા છે. જેમાં રાજસ્થાની માંડીને પંજાબી નસ્લના બકરા ઉપલબ્ધ હોય છે. આ બકરી ઇદના તહેવાર પર મુસલિમ બિરાદરીના લોકો બકરા પાછળ લાકો ખર્ચ નાખતા હોય છે. ત્યારે સુરતના એક યુવાને 11 લાખનો બકરો ખરીદ્યો હતો. આ બકરાનું વજન 192 છે જ્યારે તેની ઉંચાઇ 46 સેમી છે.
સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા જબ્બર ભાઈએ બકરી ઇદને લઈને રૂપિયા 11 લાખ નો બકરો ખરીદ્યો છે જેનું નામ તૈમુર છે. આ બકરાંનું વજન 192 કિલો છે અને તેની ઉંચાઈ 46 સેમીની છે. આ બકરાને ઈદના દિવસે કુરબાની આપી ઉજવણી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે છે કે હાલ આ બકરાની ઉંમર અઢી વર્ષની છે. આઠ મહિનાથી એક પશુપાલક તેની સારસંભાળ કરી રહ્યો હતો. જેની પાસેથી આ બકરો લાખો રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે આ બકરાને હાલ ખોરાકમાં કાજુ બદામ, આયુર્વેદિક ઔષધિઓ, ચારો અને મુરબ્બો આપવામાં આવી રહ્યો છે. આ સાથોસાથ ચાર લીટર દૂધ પણ પીવડાવવામાં આવે છે. બકરાની દરરોજ એક કલાક માલિશ કરવામાં આવી છે અને અઠવાડિયામાં એક વાર વોક પર લઈ જવામાં આવે છે.