Publish Date: Fri, 31 Jul 2026 (18:01 IST)
Updated Date: Fri, 31 Jul 2026 (18:27 IST)
રાજ્યમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં પડનારી મુશ્કેલીઓ અને તેમની રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) બાદ હવે TATની પરીક્ષા પણ મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
GPSC દ્વારા સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને જણાવવામાં આવ્યું હતું કે, શનિવારે (01-08-2026) યોજાનારી 34 કેડરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉમેદવારોના બહોળા હિતમાં રદ કરવામાં આવી છે. તેવી જ રીતે, ભારે વરસાદના પગલે 2 ઓગસ્ટના રોજ યોજનારી TATની પરીક્ષાને પણ હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે.
આ બંને પરીક્ષાઓ માટે નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે. મોકૂફ રખાયેલી TATની પરીક્ષા હવે 8 ઓગસ્ટે યોજાશે, જેમાં પરીક્ષાર્થીઓને તેમની જૂની હોલ ટિકિટથી જ પ્રવેશ આપવામાં આવશે. જ્યારે GPSC ની 34 કેડરની પરીક્ષા હવે 9 ઓગસ્ટ 2026 ના રોજ યોજવામાં આવશે.