Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: રાજ્ય સરકાર અને તમામ જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર!

gujart rain
gujart rain
 
રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે રાજ્ય સરકારે સંપૂર્ણ સતર્કતા દાખવી છે. સંભવિત પરિસ્થિતિઓ અને આપત્તિઓને પહોંચી વળવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે તમામ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી આગોતરાં પગલાં લેવાના આદેશ આપ્યા છે. સરકારે કોઈપણ પ્રકારની જાનહાનિ કે મિલકતના નુકસાનને રોકવા માટે પૂર્વ આયોજન પર વિશેષ ભાર મૂક્યો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મામલતદારોને આદેશ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે તમામ કલેક્ટરો અને અધિકારીઓને સ્થાનિક સ્તરે સતત નિરીક્ષણ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત તમામ મામલતદારોને પત્ર લખીને પોતાના વિસ્તારમાં આવેલા જોખમી બાંધકામોની તાત્કાલિક ઓળખ કરી તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવા આદેશ આપવામાં આવ્યા છે, જેથી વરસાદ દરમિયાન અકસ્માતનો ભય ઘટાડી શકાય.
 

જોખમી હોર્ડિંગ્સ, વીજ થાંભલા અને જર્જરીત મકાનો અંગે સાવચેતી

વાવાઝોડા અને ભારે વરસાદ દરમિયાન ધરાશાયી થઈ શકે તેવાં જોખમી હોર્ડિંગ્સ, વીજ થાંભલા અને જર્જરીત મકાનોને લઈને ખાસ તકેદારી રાખવા સૂચના અપાઈ છે. સ્થાનિક વહીવટી તંત્રને આવા તમામ સ્થળોનું તાત્કાલિક નિરીક્ષણ કરી સમયસર તેને સુરક્ષિત કરવા અથવા હટાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
 

 જર્જરીત પુલ, કોઝવે અને નીચાણવાળા વિસ્તારો પર સતત દેખરેખ

જર્જરીત પુલ, કોઝવે અને ઓવર-ટોપિંગ રોડ પર પાણી ભરાવાની શક્યતાને ધ્યાને રાખી વાહનવ્યવહાર માટે જરૂરી પ્રતિબંધો મૂકવા જણાવાયું છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અગાઉથી જ સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવા જિલ્લા તંત્રને સૂચના આપી છે, જેથી જાનહાનિ અટકાવી શકાય.

 NDRF અને SDRF ની ટીમો હાઇ એલર્ટ મોડ પર

કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી માટે NDRF અને SDRF ની ટીમોને સંપૂર્ણ રીતે તૈયાર અને સતર્ક રહેવા જણાવાયું છે. તમામ જરૂરી સાધનો અને માનવબળ સાથે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યું છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પત્નીના ત્રાસથી હેરાન પુરુષે પોતાની જાતને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી; આ ભયાનક મૃત્યુના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.