સુરત જિલ્લાના કામરેજના ખોલવાડ ડેરી ફળિયામાં રહેતી યુવતી અને 5 વર્ષની પુત્રીને પતિ છોડીને મલેશિયા જતો રહ્યો હતો. મલેશિયા જઈને 3 સંતાનની માતા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે 3 મહિના થવા છતાં પત્નીને ફોન ન કરતાં પત્નીએ સંપર્ક કર્યો હતો. ત્યારે પતિએ કહ્યું હતું કે, મેં લગ્ન કરી લીધા છે અને તેની સાથે રહેવાનો છું. પતિ ભારત પરત ફર્યો હોવા છતાં પત્ની કે પુત્રીની જવાબદારી ન ઉઠાવતાં પત્નીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ખોલવડ ડેરી ફળિયામાં રહેતા અબ્દુલ મજીદ શેખની દીકરી ફરઝાનાના લગ્ન 2013માં કઠોર કોળી ફળિયામાં રહેતા બિલાલ ઇકબાલ બોસ્તાન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન દીકરીનો જન્મ થયો હતો, જે હાલ 5 વર્ષની છે. 1-2 વર્ષ સારી રીતે વીત્યા બાદ પતિ કોઇ કામ ન હોવાથી ફરઝાનાના સસરા તું જ બિલાલને કામ પર જવા નથી દેતી. પતિ પણ ઝઘડો કરી ખોલવડ માતા-પિતાના ઘરે મૂકી જઇ ઇચ્છા પ્રમાણે પાછો તેડી જતો હતો. કાયમી ઝઘડો થતો હોઈ, સસરાના કહેવાથી અલગ રહેવા ગયાં હતાં. ત્યાર બાદ બિલાલે કામ માટે મલેશિયા જવાનું જણાવતાં ફરઝાનાએ ના પાડતાં તેની મારઝૂડ કરી ખોલવડ મૂકી મલેશિયા ગયો હતો. 3 મહિના સુધી ફોન નહીં આવતાં તેમજ કોઈ ખર્ચ ન મોકલતાં ભાઈના મોબાઇલથી ફોન કરતાં બિલાલે સોશિયલ મીડિયા પર એક સ્ત્રીનો ફોટો મૂકી આ મારી બોસ છે. હું તેના ઘરે રહું છું અને તમે ભારત આવવાના કે કેમ એમ પૂછતાં મેં મલેશિયામાં 3 સંતાનની માતા સાથે શાદી કરી છે. હું ભારત આવીશ ત્યારે પણ તેની સાથે રહીશ, તારી સાથે નહીં રહું. બિલાલ ભારત આવી ગયો હોવાની જાણ થતાં ફરઝાના કઠોર ગઈ હતી. સસરાએ જણાવેલ કે બિલાલ સાયણ રહે છે. બિલાલએ મલેશિયા જઇ લગ્ન કરી ભારત આવ્યા બાદ પણ અન્ય સ્ત્રી સાથે રહી ભરણપોષણ ન આપી ઝઘડો કરી ત્રાસ આપતો હતો, જેથી કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.