સુરતનાં પાંડેસરા બમરોલી વિસ્તારમાં આવેલી હરિઓમ ઇન્ડસ્ટ્રીયલમાં કરન્ટ લાગતા એક કર્મચારનું મોત નીપજ્યું છે. 40 વર્ષનાં દયા ગોડ મોહન સંચા કારીગર હતો જેમનું મૃત્યું નીપજ્યું છે. જેના કારણે કારીગરોએ હોબાળો મચાવ્યો છે. કર્મચારીની મોત બાદ ત્યાં આવેલી શબવાહિની પર કારીગરોએ પથ્થરમારો કર્યો હતો અને વાનનો કાંચ પણ તોડી નાંખ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. કારીગરો અન પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યા ભેગા થયેલા ટોળાને વેરવિખેર કરવા માટે પોલીસે ચાર ટીયરગેસનાં સેલ છોડવાની ફરજ પડી છે.આ મામલે મળતી માહિતી પ્રમાણે બમરોલી વિસ્તારમાં આવેલી હરિઓમ ઈન્ડસ્ટ્રીમાં 138 નંબરના ખાતામાં સંચાનું કારખાનું ચાલી રહ્યું છે. જેમાં મૂળ ઓરિસ્સાવાસી 40 વર્ષીય કારીગર દયા મોહન ગોડ સંચા કારીગર તરીકે કામ કરતાં હતા. આજે સવારે કારખાનામાં કામ કરતી વખતે અચાનક કરંટ લાગતા તેમનું મૃત્યું નીપજ્યું હતું. જે જોઇને સાથી કારગીરો દોડી આવ્યા હતા.કારીગરોએ માલિકને જાણ કરી હતી. જોકે, માલિકે કહ્યું હતું કે હું આવું બાદ તેની સારવાર કરાવવીએ છીએ. દરમિયાન મોટી સંખ્યામાં સાથી કારીગરો કારખાના પર એકઠાં થઈ ગયા હતા. અને હોબાળો મચાવ્યો હતો.ડીસીપી, વિધિ ચૌધરીએ આ અંગે જણાવતા કહ્યું કે, ' કામદારનું મોત કઇ રીતે થયું છે તે હજી પીએમ રિપોર્ટ આવશે એટલે ચોક્કસ ખબર પડશે. કારીગરોનો આક્ષેપ છે કે આ મૃત્યું કરંટ લાગવાથી નીપજી છે. કારીગરો માલિક પાસે વળતરની માંગ કરી રહ્યાં હતા તે દરમિયાન જ આ લોકો ઘણાં જ ઉગ્ર બની ગયા હતાં. જ્યારે મૃતકને લઇ જવા માટે શબવાહિની આવી ત્યારે આ લોકોએ તેનો કાંચ તોડી નાંખ્યો અને પથ્થરમારો પણ કર્યો હતો. જે બાદ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો. આ ટોળાને વિખેરવા માટે થોડો બળપ્રયોગ કરવામાં આવ્યો છે અને ટીયર ગેસ છોડવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે.'