Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદથી અલગ હશે અમારી મેટ્રો. સિંગલ લેગ મેથડ વડે બનશે 8 સ્ટેશન

Webdunia
મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (14:00 IST)
સુરત મેટ્રો પ્રોજેક્ટના સ્ટેશન બનાવવામાં અમદાવાદ મેટ્રોથી અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અહીં એલિવેટેડ રૂટના 8 સ્ટેશનોના પિલ્લર સિંગલ લેગ મેથડ પર બનાવવામાં આવશે. અમદાવાદ મેટ્રો સ્ટેશનના પિલર ઇ શેપવાળા ટ્રિપલ લેગ મેથડથી તૈયાર કરવામાં આવ્યા છે. સુરત મેટ્રો  પ્રોજેક્ટ લાઇન-1 માં ડ્રીમ સિટીથી કાદરશાહની નાળા વચ્ચે 11 કિમી એલિવેટેડ રૂટ બનાવવામાં કામ શરૂ થઇ ચૂક્યું છે. 
 
એવામાં હવે સ્ટેશનના ઇંફ્રાસ્ટક્ચર બનાવવાનું માળખું પણ તૈયાર થઇ રહ્યું છે. મેટ્રો રૂટ માટે સોઇલ ટેસ્ટનો રિપોર્ટ પણ આવી ચૂક્યો છે. આ રિપોર્ટ વડે ખબર પડી છે કે ગુજરાતમાં વડોદરા, અમદાવાદ તથા રાજકોટથી અહીંની માટીથી અલગ છે. આ ઉપરાંત શહેરમાં સ્ટેશનો માટે જગ્યા ઓછી છે, એટલા માટે સિંગલ પિલર મેથલનો ઉપયોગ કરવામાં આવશે. 
 
તેના અનુસાર હવે યાડક્ટ પિલર અને સ્ટેશનના પિલર્સની ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહ્યા છે. મેટ્રો રૂટમાં નિર્માણ માટે સંપૂર્ણ બેરિકેડિંગ પણ કરવામાં આવી રહી છે. એલિવેટેડ રૂટ બનાવનાર કોન્ટ્રાક્ટર કંપનીએ નિર્માણ સાથે જોડાયેલી બારીકીઓને શેર કરી અને જણાવ્યું કે સુરત મેટ્રો કયા પ્રકારે અલગ દેખાશે.
 
સુરતમાં જે ક્ષેત્રોમાંથી એલિવેટેડ રૂટ પસાર થશે ત્યાં રસ્તા ઓછા પહોળા છે. નિર્માણ દરમિયન લોકોને ઓછી સમસ્યા થાય, તેના માટે 8 સ્ટેશન સિંગલ લેગ મેથડ પર બનાવવાનો નિર્ણય લીધો છે. આ મેથડમાં પિલસ સ્ટેશનના મધ્ય ભાગમાં હશે. તેનાથી એ ફાયદો થશે કે રસ્તા પર આવનાર જગ્યા બચશે અને જામ થશે નહી. આ ઉપરાંત અહીંની માટી કાળી કોટન ગણવામાં આવે છે. આ વરસાદમાં જલદી કીચડયુક્ત થઇ જાય છે. અહીં સિંગલ મેથડ પિલ્લર વધુ કારગર હશે. 
 
ડ્રીમ સિટીની પાસે 15 હજાર વર્ગમીટરમાં એક પ્રી કાસ્ટિંગ યાર્ડ બની ગયો છે. તેમાં મેટ્રો રૂટના પિલર પર રાખવામાં આવનાર સ્પાનું નિર્માણ હશે. સ્પાનનું નિર્માણ પિલર પર નહી, પરંતુ સ્વતંત્ર રૂપથી યાર્ડમાં થશે. તેમાં ઓછો સમય લાગશે. બન્યા પછી તેને પિલર પર ફક્ત લોન્ચ કરવાના રહેશે. આ માર્ગમાં મજૂરાગેટ, સરગાણા અને કન્વેશન સેન્ટર સ્ટેશનને સિંગલ પિલર મેથડ પર બનાવવામાં આવશે, કારણ કે ત્યાં કંજેસ્ટેડ એરિયા છે. આ જગ્યા પર ફ્રેમ થ્રી પેયર પિલર ટેક્નોલોજીનો ઉપયોગ નહી થાય. 
 
સ્ટેશનને સિંગલ લેગ મેથડ પર બનાવવા ઉપરાંત વાયડ્ક્ટ પિલર્સને રાઉન્ડ મેથડમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વિંડ સપોર્ટ સકારાત્મક રહે. સાથે જ તેની મજબૂતી યથાવત રહેશે. પિલર્સના ફાઉન્ડેશન પાઇલ જમીનમાં લગભગ 90 મીટર સુધી ઉંડો રહેશે. તેનાથી મેટ્રો વાયડક્ટને પુરો સપોર્ટ મળી શકશે. તેના માટે પાઇપ ટેસ્ટિંગ 90 મીટર સુધી ઉંડાઇ કરવામાં આવી છે. 
 
સુરત મેટ્રોના 11.6 કિમી એલિવેટેડ રૂટમા6 કુલ 15 હાઇડ્રોલિક રિંગ મશીનો લગાવવામાં આવી રહી છે. આ દર એક કિમી પર લાગશે. તેનાથી પિલર બનાવવાનું કામ સરળ હશે. ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ પિલરનું કામ થઇ શકશે. આ દરમિયાન વાયડક્ટ માટે કુલ 400 પિલર થશે, જ્યારે સ્ટેશન માટે કુલ 250 પિલર હશે. સિંગલ લેગ મેથડવાળા દરેક સ્ટેશન માટે 12 સિંગર પિલર લાગશે, જ્યારે થ્રી પેયર મેથડવાળા બે સ્ટેશનોમાં કુલ 33 પિલર હશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments