Webdunia - Bharat's app for daily news and videos

Install App

કર્મચારીઓએ CM રૂપાણીની તસવીરને ચપ્પલનો હાર પહેરાવી બેસણું કર્યું

Webdunia
શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (14:02 IST)
એક જ દિવસમાં એસટી કર્મચારીઓની હડતાળ આક્રમક બની છે. પોતાની માંગો સાથે રસ્તા પર ઉતરી આવેલા અને એસટી બસના પૈડા થંભાવનાર કર્મચારીઓની આ હડતાળનો સૌથી મોટો ભાગ મુસાફરો બની રહ્યા છે. જેમની મુસાફરી પર ગઈકાલથી રોક લાગી ગઈ છે. ગુજરાતના અનેક શહેરોમાં સરકાર ખાનગી બસો ચલાવવા મજબૂર બની છે, અને મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી રહી છે. 
ત્યારે રોષે ભરાયેલા એસટીના કર્મચારીઓ હવે વિરોધનું આક્રમક તેવર બતાવી રહ્યાં છે. ગઈકાલે સુરત એસટી કર્મચારીઓએ સેન્ટ્રલ ડેપો પર સીએમ વિજય રૂપાણીનું બેસણુ રાખ્યું હતું, તો બાદમાં જુનાગઢના એસટી કર્મચારીઓએ મુખ્યમંત્રીના ઉઠામણાનો કાર્યક્રમ કરી તેમની તસવીરને ચપ્પલનો હાર પહેરાવ્યો હતો.
જૂનાગઢના એસટી કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈને સરકાર પ્રત્યે પોતાનો રોષ પ્રકટ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઉઠમણાનો કાર્યક્રમ કર્યો હતો. એસટી કર્મચારીઓએ મુખ્યમંત્રીના ફોટાને હારતોરા તો કર્યા જ હતા, સાથે જ તેમની તસવીર પર ચપ્પલના હાર રાખવામાં આવ્યો હતો. ગઈકાલે સુરતના ST કર્મચારીઓએ સીએમ વિજય રૂપાણીનું બેસણું કાર્યક્રમ કર્યો હતો. સુરત સેન્ટ્રલ ડેપો પરના બેસણાંમાં કર્મચારીઓ બેસ્યા હતા. 
બુધવારે મધ્ય રાત્રિથી જ ગુજરાતભરના એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. બુધવારે રાત્રે 12 વાગ્યાને ટકોરે જ એસટીના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો પ્રારંભ થયો હતો. માર્ગ પરીવહન નિગમના કર્મચારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાતા રાજ્યભરના મુસાફરો અટવાયા છે. 
એસટી નિગમના યુનિયને બુધવારે મધરાતથી માસ સીએલ ઉપર ઉતરી ગયા છે અને જેને કારણે ગુજરાતમાં એસટીના પૈડા થંભી ગયા છે. ગુજરાતભરના એસટીના 45 હજાર કર્મચારી હડતાળ પર ઉતરતા મધરાતે જ અનેક મુસાફરો અટવાયા છે. ગુજરાત STનાં 45 હજાર કર્મચારીઓ માસ CL પર ઉતરી જતા 7000 બસના પૈડા થંભ્યા છે. તો 25 લાખથી વધુ મુસાફરોને તેની સીધી અસર થઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરીરમાં ક્યાં જમા થાય છે યુરિક એસિડ, જાણો કયા સ્તરે પર પહોચતા નિયંત્રિત કરવું બની જાય છે મુશ્કેલ

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments