Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત વિરૂદ્ધ ભૂતકાળમાં વિદ્યાર્થીનીઓની છેડતીની ફરિયાદ થયેલી છે

Webdunia
ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (16:17 IST)
શ્રેય હોસ્પિટલમાં આગના સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલની બેદરકારી હોવાનું સામે આવ્યું છે, ત્યારે 4 ટ્રસ્ટીઓ પૈકીના એક ભરત મહંતની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી અને રાજકીય વગ ધરાવતા એવા ભરત મહંતનું ચરિત્ર વિવાદાસ્પદ છે.તેમના ખાતામાં વિદ્યાર્થિનીઓને બાથમાં લેવાનું કુકર્મ બોલે છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ વિજયદાસ મહંતના પુત્ર છે. જોકે 2019માં ભરત મહંત ભાજપમાં જોડાયા હતા. જ્યારે તેમના કુકર્મ અંગે વાત કરીએ તો વર્ષ 2015માં અમદાવાદના નારણપુરા AEC ચાર રસ્તા પાસે આવેલી શ્રેય ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલાયન્ટ સાયન્સ નર્સિંગની હોસ્ટેલના રૂમમાં ભર બપોરે ઘુસી ગયા હતા. ત્યાર બાદ ભરત મહંત વિદ્યાર્થિનીને તેના જ રૂમમાં બાથમાં ભીડી લઇ શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા. નર્સિંગ કોલેજના તત્કાલીન ટ્રસ્ટીના પતિ એવા ભરત મહંતની આ હરકતથી હતપ્રભ વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા અન્ય વિદ્યાર્થિનીઓ તેમજ સ્ટાફ દોડી આવ્યો હતો. તેમ છતાં તમામ લોકોની હાજરીમાં ભરત મહંત આ છોકરીને ધમકી આપીને ત્યાંથી બિન્દાસ્ત જતા રહ્યા હતા. જો કે પરિવારના સભ્યોની સંમતિ લઇને આ છોકરીએ બીજા દિવસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મૂળ દ્વારકાની રહેવાસી યુવતી અનિતા(નામ બદલ્યું છે) શ્રેય નર્સિંગ કોલેજના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. અનિતા બપોરે તેની બહેનપણી કવિતા(નામ બદલ્યું છે) સાથે હોસ્ટેલના રૂમમાં બેઠી હતી. ત્યારે ભરત મહંત રૂમમાં આવ્યા હતા અને મારું માથું બહુ દુખે છે, મારે ચા પીવી પડશે, તેમ કહેતા અનિતાએ કિરણને ચા લેવા માટે મોકલતા અડપલાં કર્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

આગળનો લેખ
Show comments