Webdunia - Bharat's app for daily news and videos

Install App

"શાંતિ બિઝનેસ સ્કૂલ" દ્વારા કોરોના પછી વિશ્વની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે અભ્યાસક્રમ થયો અપગ્રેડ

Webdunia
મંગળવાર, 29 જૂન 2021 (07:44 IST)
અમદાવાદ સ્થિત "શાંતિ બિઝનેસ સ્કૂલ" દ્વારા કોરોના પછીના વિશ્વની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેના "પીડીજીએમ" અભ્યાસક્રમ અપગ્રેડ કરવામાં આવ્યા છે. રોગચાળાની બીજી લહેરમાં બધાને સમજાઈ ગયું છે કે આ મહામારીની અસર હજુ લાંબા સમય સુધી વર્તાતી રહેશે. તેથી અમદાવાદ સ્થિત "શાંતિ બિઝનેસ સ્કૂલે" તેના તમામ કોર્સમાં કોવિડ પછી બિઝનેસ પ્રેક્ટિસમાં થયેલા ફેરફારોના ઘટકનો સમાવેશ કર્યો છે. 
 
નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. બિઝનેસના વિવિધ પાસાનું પ્રતિબિંબ પાડવા માટે તમામ કોર્સને અપગ્રેડ કરવામાં આવ્યા છે. "એસબીએસ"એ અભ્યાસક્રમમાં ડેટા એનાલિટિક્સ, આઇટી અને ટેક્નોલોજી અને ડિજિટલ પ્લેટફોર્મના સમાવેશ માટે ઈન્ડસ્ટ્રીઝ સાથે પણ નજીકથી કામ કર્યું છે. ઈન્ડસ્ટ્રીઝ સાથેના સંવાદ, કેસ સ્ટડી અને રિસર્ચ રિપોર્ટ વિદ્યાર્થીઓને નવા પડકારોનો સામનો કરવા માટે સજ્જ કરશે.
 
ઉપરાંત "એસબીએસ"એ અભ્યાસક્રમમાં માનવ મૂલ્યોનો સમાવેશ પણ કર્યો છે. "એસબીએસ"ના તમામ ફેકલ્ટી મેમ્બર્સે યુનિવર્સલ હ્યુમન વેલ્યૂ (યુએચવી)ની તાલીમ લીધી છે, જે "એઆઇસીટીઈ" દ્વારા રજૂ થયેલો વિશિષ્ટ કોર્સ છે. "એઆઈસીટીઈ"ના નવા સૂચનો અને ગાઈડલાઇનના આધારે સંસ્થાના સંબંધિત કોર્સમાં યુનિવર્સલ હ્યુમન વેલ્યૂ પરના મોડ્યુલનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
 
તેના કારણે એસબીએસનો અભ્યાસક્રમ ભવિષ્યલક્ષી બને છે, અને તે વિદ્યાર્થીઓને આધુનિક કોર્પોરેટ અને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતોને સંતોષજનક રીતે પહોંચી વળવામાં મદદરૂપ બનશે. તેનાથી વિદ્યાર્થીઓને બિઝનેસના મેનેજમેન્ટનું જ્ઞાન મળશે, એટલું જ નહીં પરંતુ તેઓ પોતાના વિશે, પોતાના પરિવાર અને સમાજ વિશે વધારે સમજણ મેળવવા માટે પણ પ્રોત્સાહિત થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

આગળનો લેખ
Show comments