Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શંકરસિંહ બોલ્યા બાગેશ્વર બાબા ભાજપનું માર્કેટિંગ કરે છે, BJP પ્રવક્તાએ કહ્યું બાપુને કોઈએ ગેરમાર્ગે દોર્યા

vaghela
અમદાવાદઃ , શુક્રવાર, 19 મે 2023 (17:02 IST)
આ કાર્યક્રમમાં જે લોકો જોડાયેલા છે એ લોકો ભાજપ સાથે પણ જોડાયેલા હોય પરંતુ ભાજપે આ આયોજન કર્યું નથીઃ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે 
 
શંકરસિંહ બાપુ ભૂતકાળમાં હિન્દુવાદી આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલા હતાઃ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે
 
 ગુજરાતના ત્રણ શહેરોમાં બાગેશ્વર બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. આ પહેલાં જ વિરોધ પણ શરૂ થઈ ગયો છે. ગઈકાલે કોંગ્રેસે બાબાને કેટલાક સવાલો કર્યાં હતાં. પરંતુ તેમના દરબારને લઈને ભાજપ અને કોંગ્રેસમાં પણ દરાર જોવા મળી હતી. ભાજપમાંથી નીતિન પટેલે કહ્યું હતું કે, મને આ અંગે કોઈ રસ નથી. જ્યારે રાજકોટમાં આમંત્રણ પત્રિકામાં કોંગ્રેસના નેતાઓના નામ છપાયા છે. જ્યારે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પણ જાહેરમાં બ્રાહ્મણ તરીકે બાબાના દરબારને સમર્થન આપ્યું છે. ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, બાગેશ્વર બાબા ભાજપનું માર્કેટિંગ કરે છે. તેમના આ આક્ષેપનો ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જવાબ આપતાં કહ્યું હતુંકે બાપુને કોઈએ ગેરમાર્ગે દોર્યાં છે. ભાજપે બાબાના કાર્યક્રમનું આયોજન નથી કર્યું.
 
ધર્મનો રાજકારણમાં ઉપયોગ ન કરવો જોઈએ
સુરતના ભરાટ વિસ્તાર ખાતે સામાજિક પ્રસંગે આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બાબા બાગેશ્વરની ગુજરાત યાત્રા અંગે મીડિયાને જણાવ્યુ હતું કે, ભારતમાં ધર્મના નામે ધતિંગ કરવા વાળા ઓછા નથી અને તેઓ ક્યારેય ભૂખ્યા નથી મરતા. તેમનો આ પ્રકારે જ ઉપયોગ થાય છે. ધર્મનો રાજકારણમાં ઉપયોગ ન કરવો જોઈએ. ગુજરાતમાં ધર્મના નામે આ પ્રકારના નાટક બંધ કરી દેવા જોઈએ.ભાજપ દ્વારા આ રીતે ભગવાધારીનો દૂરઉપયોગ કરવામાં આવે છે અને ચમત્કારના નામે ખોટા નાટક કરવામાં આવે છે. આવા બધા બાબાઓના જે ભક્તો હોય તેને આગળ જતાં ઘણું બધું ભોગવવું પડે છે. કર્ણાટકમાં 'ધ કેરેલા સ્ટોરી' હોય કે બજરંગબલી.. આ બધું બીજેપીનું જ કોલાબ્રેશન છે. રાજકારણમાં આ બધું યોગ્ય નથી.
 
શંકરસિંહ બાપુને કોઈએ ગેરમાર્ગે દોર્યા છે
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ મીડિયાને જણાવ્યું હતું કે શંકરસિંહ બાપુને કોઈએ ગેરમાર્ગે દોર્યા છે. બાપુ ભૂતકાળમાં હિન્દુવાદી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. ભાજપ સનાતન ધર્મ સાથે જોડાયેલો પક્ષ છે.જેથી કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાઈ તેવા કામ ન કરે એટલે સનાતન ધર્મની વાત આવે ત્યારે પક્ષાપક્ષીની વાત નથી આવતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કોઈ તંત્ર મંત્ર સાથે જોડાયેલા વ્યક્તિ નથી. તેઓ કોઈપણ પ્રકારના ચમત્કાર નથી કરતા. તેમની જે સભા થતી હોય તેમાં જવા માટે કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં નથી આવતી.ત્યાં આવનાર વ્યક્તિ પોતાની સમસ્યાના નિરાકરણ માટે આવે છે અને બાગેશ્વર બાબા પોતાની રીતે યોગ્ય લાગે એ પ્રમાણે જવાબ આપે છે. આ કાર્યક્રમના આયોજનમાં જે લોકો જોડાયેલા છે એ લોકો ભાજપ સાથે પણ જોડાયેલા હોય પરંતુ પક્ષ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવતું નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chardham Yatra- ચારધામ યાત્રા: 27 દિવસમાં 58 લોકોના મોત