Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ વખતે ગુજરાતમાં કેસર કેરીની સીઝન લાંબી ચાલશે

Webdunia
શનિવાર, 18 માર્ચ 2017 (14:18 IST)
ચાલુ વર્ષે કેરીની સીઝન પ્રમાણમાં લાંબી ચાલશે. કેટલાંક વિસ્તારમાં ૨૦થી ૫૦ ટકાની ઘટ જોવા મળી છે, છતાં કેસર કેરીના ઉત્પાદકોને ગયા વર્ષ જેટલા ભાવ જળવાય રહેવાની ધારણા સેવાઈ રહી છે. થોડા દિવસ પહેલા આવેલા વાતાવરણમાં ફેરફારને લઈને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો. ગયા વરસની સરખામણીએ ચાલુ વરસે ૮૦ ટકા જેટલું જ ઉત્પાદન થવાનો અંદાજ છે. આંબે મહોર બેસવાની પ્રક્રિયા મોડે સુધી ચાલી હોવાથી એવો અંદાજ છે કે ચાલુ વરસે કેરીની આવકની સીઝન જૂન સુધી લંબાશે.

ગીર સ્થિત લાયનપાર્ક ફાર્મના સકીલ ચૌહાણ લગભગ ૧૫૦૦ આંબા ધરાવે છે.  આ વર્ષે ઝાકળ ઓછી પડી હોવાથી કેટલાક આંબામાં મહોર મોડે સુધી બેઠા જ ન હતા, છતાં આવકમાં ઘટનો અંદાજ નથી. કદાચ એટલે જ ભાવ પણ ગયા વર્ષ જેટલા ૭૦૦-૮૦૦ જળવાઈ રહેશે. ગયા વરસની સીઝનમાં ગીરની કેસર કેરીનો ભાવ નીચામાં ૪૦૦-૩૦૦ સુધી ગયો હતો.  આ વરસે ૫૦૦ રૂપિયાનું ભાવબાંધણું જળવાઈ રહેશે પણ શરૂઆતમાં ભાવ ઊંચા રહેવાની શક્યતા છે.  ચાલુ સીઝનમાં કેટલાક વિસ્તારોમાં આંબે મોડે સુધી મહોર જ બેઠો ન હતો. છતાં ગયા વરસની સરખામણીએ ૧૦૦ ટકા ફાલ આવશે, એટલે ભાવ પણ ગયા વરસ જેવા જ જળવાય રહેશે. લગભગ બધી વાડીના ખેડૂત માલિકો એક વાતે એકમત છે કે તાજેતરમાં વાતાવરણમાં થયેલા ફેરફારથી તો બચી ગયા છીએ. પરંતુ આવનારા દિવસોમાં માવઠું કે વંટોળિયો આવે ને ફાલ ગરી (પડી) જાય તો ભાવ ઊંચા જાય.  વાતાવરણમાં ફેરફારની હમણાં કોઈ શક્યતા નથી. હવામાન ખાતું લગભગ અઠવાડિયા પહેલાં જ આગાહી કરતું હોય છે. એટલે માવઠા કે આંધી વિશે કંઈ કહેવું સમયથી વહેલું ગણાશે. અગાઉનાં વરસોમાં વાતાવરણમાં થયેલા ફેરફારોના કારણે કેસર કેરીના મહોર ખરી જવાની ઘટનાઓ બની છે, જેની અસર તેના ઉત્પાદન અને ભાવ બંને પર પડી હતી. ચાલુ વર્ષે તાજેતરમાં આવેલા વાતાવરણમાં પલટા બાદ હવે ફરી વાતાવરણમાં પલટો નહીં આવે એવી ધારણાએ ગીરની કેસર કેરીના ભાવ જળવાય રહેવાની શક્યતા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

શરીરમાં ક્યાં જમા થાય છે યુરિક એસિડ, જાણો કયા સ્તરે પર પહોચતા નિયંત્રિત કરવું બની જાય છે મુશ્કેલ

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments